મોરબીમાં 7 વર્ષની અપહૃત બાળકીનો મૃતદેહ મળ્યો, FSL ની ટીમે તાપસ શરુ કરી

0
81
/

મૂળ મધ્યપ્રદેશના શ્રમિક પરિવારની બાળકી બે દિવસ પહેલા જ લાપતા થઇ હતી 

પોલીસે હતભાગીના મૃતદેહને ફોરેન્સિક પીએમ માટે રાજકોટ ખસેડ્યો, શકમંદોની ઊંડી પૂછપરછ પણ હાથ ધરી

મોરબી : તાજેતરમા મોરબી નજીક આવેલા સીરામીક કારખાનામાં મજૂરી કરતા શ્રમિક પરિવારની 7 વર્ષની બાળકીનું થોડા દિવસો પહેલા કોઇ અજાણ્યા શખ્સ અપહરણ કરી ગયાની ફરિયાદ નોંધાયા બાદ ગઈકાલે આ અપહૃત બાળકીનો મૃતદેહ આ કારખાનાની બાજુમાં આવેલ પાંજરાપોળ નજીકથી મળી આવ્યો હતો. આ બનાવનું સાચું કારણ જાણવા પોલીસે હતભાગીના મૃતદેહને ફોરેન્સિક પીએમ માટે રાજકોટ મોકલાયો છે. તેમજ ઘટનાસ્થળે એફએસએલની ટીમે તપાસ હાથ ધરી છે.

આ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર મોરબી નજીક આવેલ સીરામીક કારખાનામાં રહી મજુરી કામ કરતા એક શ્રમિક પરિવારની 7 વર્ષની પુત્રી બે દિવસ પહેલા કારખાનામાં રમતી હતી. તે વખતે બાળકી રમતા-રમતા અચાનક ગુમ થઈ ગઈ હતી. આ બાળકીની તેના માતાપિતાએ શોધખોળ કરી હોવા છતાં પત્તો ન લાગતા ગઈકાલે બાળકીના પિતાએ પોતાની પુત્રીનું અજાણ્યા શખ્સો અપહરણ કરી ગયાની ફરિયાદ નોંધાવી હતી. જો કે આ બનાવની ફરિયાદ બાદ પોલીસની તપાસમાં સીસીટીવી ફુટેજમાં બાળકી રમતા રમતા ક્યાંક જતી રહી હોવાનું દેખાઈ છે. પોલીસની તપાસ ચાલુ હતી ત્યારે આ અપહૃત બાળકીનો મૃતદેહ ગઈકાલે આ કારખાનાની બાજુમાં આવેલ પાંજરાપોળ નજીકથી જ  મળી આવ્યો હતો.

(રિપોર્ટ: રાધેશ બુધ્ધભટ્ટી)

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/