મહીસાગરમાં 9 જેટલા કોરોના પોઝિટિવ કેસ નોંધાયા

0
28
data-lazy-src="https://thepressofindia.com/wp-content/uploads/2022/03/Murano-Add.jpg"/

હાલ કોરોના વાયરસની સામે લડવા કેન્દ્ર અને રાજય સરકારે અગમચેતીનાં સંખ્યાબંધ પગલાંઓ લીધા છે. કોરોના સામે લડવા લોકોની જાગૃતિ એટલી જ જરૂરી છે. જાગૃતિ અને સાવધાની એ જ બચાવનું શ્રેષ્ઠ માધ્યમ સાબિત થયા છે. ત્યારે મહીસાગર કલેકટર બારડ અને ડીડીઓ નેહા કુમારીના સીધા માર્ગદર્શન હેઠળ જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા અનેકવિધ પગલાંઓ ભરાઇ રહ્યા છે. ત્યારે બાલાસિનોર તાલુકાની 2 સ્ત્રી, 4 પુરુષ, લુણાવાડા તાલુકાની 1 સ્ત્રી, 2 પુરૂષોના કોરોના રીપોર્ટ પોઝિટિવ આવતા કુલ 1199 કેસ પોઝીટીવ નોધાયા છે.

જ્યારે જિલ્લામાં સારવાર લઇ રહેલ દર્દીઓ પૈકી બાલાસિનોર તાલુકાની 2 સ્ત્રી, 2 પુરૂષ, લુણાવાડા તાલુકાની 1 સ્ત્રીએ કોરોનાને માત આપતાં રજા આપવામાં આવતાં સ્વગૃહે પરત ફરતા કુલ 1073 દર્દીઓ સ્વસ્થ થઇને સ્વગૃહે પરત ફર્યા છે. જિલ્લામાં કોરોનાના સંક્રમણને કારણે 8 વ્યક્તિનું મૃત્યુ થયા છે. જયારે અન્ય કારણથી 33 દર્દીનુ મૃત્યુ થતાં જિલ્લામાં કુલ 41 મૃત્યુ નોંધાવા પામ્યા છે. અત્યાર સુધીમાં જિલ્લામાં સીઝનફલુ/ કોરોનાના કુલ 61,396 લોકોના રીપોર્ટ નેગેટીવ આવ્યા છે. તેમજ જિલ્લાના 259 વ્યક્તિઓને હોમ ક્વોરોન્ટાઇલ હેઠળ રાખવામાં આવ્યા હોવાનું મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીએ જણાવ્યું છે. કોરોના પોઝીટીવ આવેલ દર્દીઓ પૈકી 73 દર્દીઓ સ્ટેબલ, 6 દર્દીઓ ઓક્સિજન પર છે.

ડેભારીમાં કોરાનાથી મૃત્યુ થતાં તાલુકામાં કુલ 2ના મૃત્યુ : તાલુકામા 80થી વધુ પોઝિટિવ કેસો
વિરપુર તાલુકામા કોરોનાનુ સંક્રમણ દિન-પ્રતિદિન વધતું જઈ રહ્યું છે જેને કારણે તાલુકામાં ગત 2 દિવસમાં વધુ 2 કોરોના કેસો સાથે કોરોના આંક 80 થી વધુ થઇ ગયા છે. ત્યારે ડેભારીના 44 વર્ષીય પુરૂષનુ કોરોનાના કારણે સારવાર દરમ્યાન અમદાવાદ સિવિલ ખાતે મોત નિપજ્યું છે વિરપુર તાલુકામાં દિવસ દરમ્યાન 70 થી વધુ ટેસ્ટ કરાઇ રહ્યાં છે ત્યારે તાલુકામાં કોરોનાની સંક્રમીતોની સંખ્યા 80થી વધુ થઈ છે. વિરપુર તાલુકામાં અત્યાર સુધીમાં કોરોનાથી 2 વ્યક્તિના મૃત્યુ પામ્યા છે. જેમાં હાડીંયાની 65 વર્ષીય મહિલા અને ડેભારી ગામના 44 વર્ષીય પુરૂષનો સમાવેશ થાય છે જ્યારે સારવાર દરમ્યાન સાજા થતા વધુ એકને રજા આપતા સાજા થયેલા દર્દીઓ સંખ્યા વધીને 78 થઈ છે હાલ તાલુકાના 3 જેટલા દર્દીઓ સારવાર હેઠળ છે.

CORONA-4
(રિપોર્ટ: રાધેશ બુધ્ધભટ્ટી)

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

data-lazy-src="https://thepressofindia.com/wp-content/uploads/2022/03/Murano-Add.jpg"/