મહિસાગર: દરગાહ પર હિન્દુ દંપતિ દ્વારા 1.25 કિલો સોનું દાન કરાયું

0
460
/

મહિસાગર: મહીસાગર જીલ્લામાં આવેલા વિરપુરના મહાન સુફીસંત હઝરત ખ્વાજા મહેમુદ દરિયાઈ દુલ્હા ઉષૅ મેળાની ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે ગુજરાત સહિત રાજસ્થાન, મહારાષ્ટ્ર મઘ્યપ્રદેશ સહિતના લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ પુરી શ્રધ્ધા સાથે પોતાની માનતા લઇને આવે છે તેવા રાજસ્થાન પટેલ પરિવારના સભ્યો દ્વારા હઝરતકાજી મેહમુદ દરિયાઈ દુલ્હાની દરગાહના સીખર પર દ્વારા 1.25 કિલો સોનું દરગાહને ભેટ આપવામાં આવી હતી રાજેસ્તાન બાસવાળા વિસ્તારના ડૉક્ટર વિણાબેન સહિતના પરીવાર દ્વારા વર્ષોથી વિરપુરના દરિયાઈ દુલ્હાની દરગાહના મેળામાં મુખ્ય ચાર દિવસ દરમ્યાન સવાર સાંજ બંને ટાઈમ વિના મુલ્યે ભોજન આપવામાં આવે છે જેઓના પરિવાર વર્ષોથી ઈચ્છા હતી કે વિરપુરના દરગાહના સીખર સોનાનું બનાવવાની જે આજ રોજ પુર્ણ થતાં પટેલ પરિવારમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો.
રાજસ્થાનના પટેલ પરિવારે સોનાનો કળશ ચઢાવ્યો
વિરપુરની હઝરતકાજી મેહમુદ દરિયાઈ દુલ્હાની ૫૦૦ માં ઉષૅ મેળાની ઉજવણી કરાઇ રહી છે ત્યારે રાજસ્થાનના બાસવાળા પટેલ પરિવાર દ્વારા 105 કિલો તાંબુ ઉપર 1.25 કિલો સોના ચડાવેલ કળશ દરગાહ ના ગુંબજ પર ચઠાવ્યુ છે તેમજ પટેલ પરિવારની વર્ષો જુની ઈચ્છા હતી જે આજ રોજ પુરી થઈ છે જે એક હિન્દું અને મુસ્લિમ એકતા ના પ્રતીક રૂપે જોવા મળે છે. – હજરત ખ્વાજા મહેમૂદ, દરિયાઈ દૂલ્હા ટ્રસ્ટ, પ્રમુખ, અસ્ફાકએહમદ જમાલમીયા પીરજાદા
દરગાહ સાથે મારી આસ્થા જોડાયેલી છે
હું મારા પરિવાર ના સભ્યો ની સાથે વર્ષો થી હજરત ખ્વાજા મહેમૂદ દરિયાઈ દૂલ્હા ની દરગાહ દર્શન કરવા આવું છું આ દરગાહ સાથે મારી આસ્થા જોડાયેલ છે એક દિવસ દરગાહ ના શિખર ને જોઈ અને મેં સંકલ્પ કર્યૉ હતો કે હું જયારે સક્ષમ હોઈશ ત્યારે પ્રથમ દાદાની દરગાહના આ ગૂમ્બજ પર સોનાનો કડસ ચડાવીસ એ સ્વપ્ન મારુ આ દરગાહ પર ના 500 મા ઉર્સ પર પૂર્ણ થતા હું અને મારો સમગ્ર પરિવાર ખુબ રાજી છીએ. – ડો વીણા બેન પટેલ, સોનાનું દાન આપનાર

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/