મોરબી એલસીબીના સ્ટાફે બાતમીના આધારે હળવદના મયુરનગર ગામે જુગારની રેડ કરી હતી જેમાં જુગાર રમી રહેલા સાત લોકોની રોકડા રૂા.૧.૭૦ લાખની સાથે ધરપકડ કરવામાં આવેલ છે
મેારબીના પોલીસ અધિક્ષક કરનરાજ વાઘેલાએ એલ.સી.બી.ને દારૂ-જુગારની બદી નાબુદ કરવા સુચના આપતા એલસીબીના વિક્રમસિંહ બોરાણા તથા સહદેવસિંહ જાડેજાને મળેલ ખાનગી બાતમીને આધારે પીઆઇ વી.બી.જાડેજાની સુચનાથી સ્ટાફે મયુરનગર નવા પ્લોટમાં હાઇસ્કુલની બાજુમાં રહેતા રમેશભાઇ દેવદાનભાઇ આહીરના રહેણાંક મકાનમાં રેડ કરી હતી.તે બહારથી માણસો બોલાવી ગંજીપતાના પાના વડે તીનપતી રોન પોલીસનો પૈસા વડે હારજીતનો જુગાર રમી-રમાડીને જુગારનો અખાડો ચલાવતા હેાય તેના રહેણાંક મકાનમાં જુગાર અંગે રેઇડ કરતા કુલ સાત ઇસમોને રોકડા રૂા.૧,૭૦,૦૦૦ ના મુદામાલ સાથે પકડી પાડયા હતા.હાલ પેાલીસે રમેશભાઇ દેવદાનભાઇ આહીર રહે.મયુરનગર, ચંદુલાલ નરશીભાઇ પટેલ રહે.નાનીવાવડી, રમેશભાઇ ચંદુભાઇ પટેલ રહે.મયુરનગર, જયેન્દ્રભાઇ પ્રભુભાઇ પટેલ રહે . મોરબી, લાલજીભાઇ ભવાનભાઇ પટેલ રહે.મોરબી, રાયમલભાઇ રમેશભાઇ કોળી રહે .જીવાપર અને મનસુખભાઇ છગનભાઇ પટેલ રહે.મોરબીની જૂગારધારા હેઠળ અટકાયત કરવામાં આવેલ છે.રેડની કામગીરી સ્ટાફના દિલીપભાઇ ચૌધરી, વિક્રમસિંહ બોરાણા, યોગેશદાન ગઢવી, પૃથ્વિરાજસિંહ જાડેજા, પેરોલ ફર્લો સ્કવોડના સહદેવસિંહ જાડેજા, રણુભા જાડેજા, દશરથસિંહ ચાવડા દ્વારા કરવામાં આવેલ હતી.
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia/
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide