મોરબીના લુંટાવદર નજીક ટ્રેન હડફેટે ખૂનના ગુનામા સંડેાવાયેલ યુવાનનું મોત

0
144
/
મોરબી તાલુકા વિસ્તારમાં નવલખી રોડ ઉપર આવેલા લુંટાવદર ગામ નજીક ટ્રેન અકસ્માતનો બનાવ બન્યો હતો જેમાં માલગાડીની હડફેટે ચડી ગયેલા આદીવાસી યુવાનનું મોત નિપજયું હોવાનું જાણવા મળે છે.
મોરબી તાલુકા પોલીસ મથકના સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ રેલવેના કર્મચારી રતિભાઈ વરસડાએ જાહેરાત કરી હતી કે ગઇકાલના અગિયારેક વાગ્યાના અરસામાં લુંટાવદર ગામ પાસેથી પસાર થયેલી માલગાડીની હડફેટે ચડી જતાં એક અજાણ્યા આશરે ૨૫ વર્ષના યુવાનનો કપાઇ ગયેલ હાલતમાં મૃતદેહ પડયો છે જેથી તાલુકા પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ જે.બી.ઝાલાએ તપાસ શરૂ કરી હતી. ઘટના સ્થળ ઉપર જઈને શોધખોળ કરતા મૃતકના ખીસ્સામાંથી મળેલ આધારકાર્ડના આધારે મૃતક યુવાનનું નામ જુવાનસિંગ માનસિંગ સુથાર જાતે આદિવાસી (ઉંમર ર૫) મૂળ રહે.ડભોઇ વેગાવડીયેા જી.વડોદરા અને હાલ રહે. મોરબી શનાળા હોવાનું ખુલ્યું હતું.
વધુમાં જાણવા મળતી વિગતો મુજબ મૃતક જુવાનસીંગ સુથાર તથા તેના પિતા થોડા સમય પહેલા વાંકાનેરમાં થયેલા એક મર્ડરના ગુનામાં સંડોવાયેલા હતા જેમાં મૃતક હાલ જામીન ઉપર હતો અને સમયાંતરે તેને હાજરી પુરવા પોલીસ સ્ટેશન જવું પડતું હોય તેઓ હાલ અહીં મોરબી જ રહીને મજૂરી કામ કરતા હતા દરમિયાનમાં ગઈકાલે અહીંના લુંટાવદર ગામ પાસે માલગાડીની હડફેટ ચડી જતા જુવાનસીંગ સુથારનું મૃત્યુ થયેલ છે.

(રિપોર્ટ: રાધેશ બુધ્ધભટ્ટી)

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/