જામનગરઃ જામનગર મહાનગરપાલિકાના એન્જીનીયર સહિતના ત્રણ કર્મચારીઓ રણજીતસાગર પાર્ક ખાતે દારૂની મહેફીલ માણતા ઝડપાઇ ગયા છે. પોલીસે મહાપાલિકાના કર્મચારીઓ ઉપરાંત ચારેય શખ્સો સામે પીધેલા અને મહીફીલ સંબંધે અલગ-અલગ ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
જામનગર નજીકના રણજીતસાગર ડેમ સાઇટ પર આવેલા રણજીતપાર્કમાં મહાનગરપાલિકાના કર્મચારીઓ સહિતના શખ્સો વિદેશી દારૂની મહેફીલ માણી નશો કરતા હોવાની પંચકોશી બી ડીવીઝન પોલીસને ચોકકસ હકિકત મળી હતી. આ હકીકતના આધારે પી.એસ.આઇ. વાળા સહિતના સ્ટાફે ઉપરોકત સ્થળે દરોડો પાડયો હતો. જેમાં રણજીતસાગર પાર્ક અંદર દારૂની પરમીટ વગર મહેફીલ માણી રહેલા મહાનગરપાલિકાના સુપરવાઇઝર રમેશ કાનજી વીરમગામા અને કરાર આધારીત એન્જીનીયર તરીકે ફરજ બજાવતા મુકુંદભાઇ ખીમજીભાઇ જાદવ તથા સિક્યુરીટી તરીકે ફરજ બજાવતા કિશનભાઇ રાજેશભાઇ નંદા અને દડીયા ગામના અશોક ગગુભાઇ મારૂ નામના ચારેય શખ્સો આબાદ ઝડપાઇ ગયા હતાં.પોલીસે ચારેય શખ્સો સામે પીધેલા તેમજ મહેફીલ સંબંધે અલગ-અલગ ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. આ બનાવે મહાનગરપાલિકા વર્તુળ તેમજ શહેરભરમાં ભારે ચકચાર જગાવી છે
આવા વધુ સમાચારો માટે અમારુ ફેસબુક પેજ લાઇક કરો…
https://www.facebook.com/thepressofindia/?ref=bookmarks
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia/
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide