કોરોના વાઇરસના સંક્રમણને અટકાવવા લોકડાઉન સહિતના વિવિધ પગલાઓ લેવામાં આવી રહયા છે. સાથોસાથ લોકોને માસ્ક પહેરવા જાગૃત કરવા ખુદ મ્યુનિ. કમિશનર ઉદિત અગ્રવાલ મેદાને ઉતાર્યા છે।
સોશિયલ ડિસ્ટન્સ જાળવવા તથા વધુ સંખ્યામાં લોકોને એકત્ર નહી થવા અવારનવાર વિનતીસહ સૂચનાઓ આપવામાં આવેલી છે. આમ છતાં કેટલાક લોકો બેદકારીપૂર્ણ રીતે વર્તતા હોવાનું ધ્યાને આવેલ છે. આ સંજોગોમાં ચેપ પ્રસરવાનો ભય રહે છે. આ બાબતોને ધ્યાનમાં રાખીને મ્યુનિ. કમિશનર ઉદિત અગ્રવાલના આદેશ અનુસાર તમામ વોર્ડમાં ચેકિંગ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. જેમાં શહેરના તમામ ૧૮ વોર્ડમાં અધિકારી અને કર્મચારીઓની ટીમો ફિલ્ડમાં ઉતારવામાં આવી હતી અને આ ઝુંબેશ દરમ્યાન છેલ્લા બે દિવસમાં કુલ ૮૫૬ લોકો પાસેથી રૂ. ૧,૭૧,૨૦૦/- નો દંડ વસુલ કરવામાં આવ્યો હતો. વિશેષમાં આજે ડો. યાજ્ઞિક રોડ પર ખુદ મ્યુનિ. કમિશનર ઉદિત અગ્રવાલે માસ્ક વગરના લોકો સામે પગલાં લીધા. માસ્ક પહેર્યા વગર ફરી રહેલા લોકો પાસેથી દંડ વસુલી પોતે જાતે જ જ દંડની પહોંચ લખી હતી.
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia/
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide