જામનગર: GG હોસ્પિટલમાં કોરોના પોઝિટિવ સગર્ભાની કરાઈ સફળ પ્રસુતિ

0
86
/

જામનગર : વર્તમાન સમયમાં ફેલાયેલી કોરોનાની મહામારી વૈશ્વિક સ્તરે અતિ વિકરાળ સ્વરૂપ ધારણ કરી ચૂકી છે.આવા સમયમાં યોગ્ય કાળજી રાખવા છતાં પણ બાળકો,સગર્ભાઓ અને વૃદ્ધોની સંક્રમિત થવાની સંભાવના ખુબ જ વધારે હોય છે

દર્દીઓની આરોગ્ય વિભાગ અને ડોક્ટરો દ્વારા અત્યંત કાળજીપૂર્વકની માવજત કરવામાં આવી રહી છે, તાજેતરમાં જ 17 જુલાઇના રોજ 26 વર્ષીય સગર્ભા જયશ્રીબેન કણજારીયાનો કોરોના ટેસ્ટ  પોઝિટિવ આવતા તેઓને જી. જી. હોસ્પિટલમાં સારવાર માટે લાવવામાં આવ્યા. સગર્ભાવસ્થા એ સ્ત્રીના જીવનમાં ખુબ જ મહત્વની અને પરિવાર માટે ખુબ જ ખુશીની વાત હોય છે.પાંચ વર્ષના લાંબા સમયગાળા દરમ્યાન તેમણે ઈન્ફર્ટીલિટીનો સામનો કર્યા બાદ તેઓ ગર્ભવતી થતા સમગ્ર પરિવારમાં આનંદની લહેર હતી. આવા સમયે તેમનો કોરોના રીપોર્ટ પોઝિટિવ આવતા પરિવાર માથે આભ તૂટી પડયું હતું. તેમની 30 સપ્તાહની ગર્ભાવસ્થા સાથે જ જી.જી.હોસ્પિટલના ડોક્ટરો દ્વારા તેમની સફળ પ્રસૂતિ કરાવવામાં આવી હતી. જયશ્રીબેનને જામનગરની ખાનગી હોસ્પિટલમાંથી જી.જી.હોસ્પિટલમાં રીફર કરવામાં આવ્યા હતા. જ્યાં તેમનો કોરોના  રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. આ સમયે ગર્ભમાં રહેલ બાળકની  સ્થિતિ બ્રિચ જણાઈ હતી. આ ઉપરાંત, અનિયંત્રિત જી.ડી.એમ જણાતા તેમને આઈ.સી.સી.યુમાં કડક આર.બી.એસ મોનીટરીંગ હેઠળ આઈસોલેશનમાં ખસેડવામાં આવેલ હતા.

(રિપોર્ટ : રાધેશ બુધ્ધભટ્ટી)

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/