પંચમહાલ : જિલ્લા શિક્ષણાધિકારી સાથે પડતર પ્રશ્નોની ચર્ચા થયા બાદ શૈક્ષિક મહાસંઘની સંકલન બેઠક યોજાઇ ગઈ

0
385
/

પંચમહાલ : જિલ્લાના  શૈક્ષિક મહાસંઘના અધ્યક્ષ અનિરુદ્ધસિંહ સોલંકીની આગેવવાનીમાં જિલ્લા પંચાયત ખાતે જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી ડો વી એમ પટેલ, તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી તેમજ નાયબ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી સાથે જિલ્લાના તમામ હોદ્દેદારો અને તમામ તાલુકાના પ્રમુખ, મંત્રી, સંગઠન મંત્રીની ઉપસ્થિતિમાં શિક્ષકોના વિવિધ પડતર પ્રશ્નોની જેવા કે જી.પી.એફના હિસાબો તથા જી.પી.એફ ઉપાડ બાબત cpf કપાત નિયમિત જમા થાય તે અંગે તાલુકા શિક્ષણ કચેરીમાં કલાર્ક તેમજ કોમ્પ્યુટર ઓપરેટર મૂકવા બાબત 9 /20/ 31 ના ઉચ્ચતર પગાર ધોરણ કાર્ય ઝડપથી પૂર્ણ કરવા વગેરેની તાલુકાવાર પ્રશ્નોની ચર્ચા કરવામાં આવી હતી

જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીની પ્રશ્નોનો સાથે મળી નિરાકરણ લાવવા ખાત્રી

જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીએ તમામ પ્રશ્નોનો સાથે મળી નિરાકરણ લાવવા ખાત્રી આપેલ હતી. ત્યારબાદ છબનપુર ખાતે હોદ્દેદારોની 21 માર્ચે ગાંધીનગર ખાતે શિક્ષકોના વિવિધ પડતર પ્રશ્નો માટે યોજાનાર ધરણા કાર્યક્રમમાં પંચમહાલ જિલ્લામાંથી 1500 થી વધુ શિક્ષકો ગાંધીનગર ધરણા કાર્યક્રમમાં જોડાય તે માટે જિલ્લા અધ્યક્ષ અનિરુદ્ધસિંહ દ્વારા હાકલ કરી અને તે માટેનું આયોજન કર્યું જેમાં રાજ્ય શૈક્ષિક મહાસંઘ મંત્રી શરદભાઈ પંડ્યાએ આયોજન અને માર્ગદર્શન પુરુ પાડ્યું મંત્રી ચેતનભાઈ દ્વારા સભાનું સુયોગ્ય સંચાલન કરવામાં આવ્યું.

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/