પંચમહાલ : ગોધરાના છાવડ ગામેથી 9.87 લાખની જૂની ચલણી નોટો સાથે બે ઈસમો ઝડપાયા

0
34
/

પંચમહાલ: ખાતરના ઉપયોગ થકી ઉત્પાદન થતા અનાજ અને શાકભાજી (Vegetables) પણ આરોગ્યપ્રદ હોવાનું ખેડૂત જણાવી રહ્યો છે. ખેડૂતે પોતાની પાંચ એકર જમીન માટે માંડ 28 ચોરસ મીટર જગ્યામાં ઘર આંગણે જ વર્મી કમ્પોસ્ટ પ્લાન્ટ સરકારની 40% સહાયથી ઊભો કર્યો છે. આ ખેડૂત અન્ય ખેડૂતોને આરોગ્યપ્રદ ખેત ઉત્પાદન માટે રાસાયણિક ખાતરો અને પેસ્ટ્રીસાઇડ દવાનો ઉપયોગ બંધ કરી ઓર્ગેનિક ખેતી કરવા ભલામણ કરી રહ્યો છે.

વર્તમાન સમયમાં બદલાતા વાતાવરણ અને મોંઘાદાટ રાસાયણિક ખાતર અને દવાઓના ઉપયોગથી ખેડૂતો હવે દૂર થઈ રહ્યા છે. આગામી પેઢીની ચિંતા સાથે ખેડૂતો પાકનું ઉત્પાદન ભલે ઓછું થાય એવા વિચાર સાથે પોતાની જમીન અને આરોગ્યની જાળવણી તરફ વળ્યા છે. જે માટે ખેડૂતો હવે પ્રાકૃતિક અને ઓર્ગેનિક ખેતી કરતાં થયા છે. જે માટે વર્મી કમ્પોસ્ટ ખાતર ખૂબ જ મહત્વનો ભાગ ભજવે છે. ત્યારે ગોધરા તાલુકાના પીપળીયા ગામના રાજેન્દ્રસિંહ બારીયાએ પણ પોતાના ઘર આંગણે છેલ્લા દોઢ વર્ષથી વર્મી કમ્પોસ્ટનું 28 ચોરસ મીટર જમીનમાં ઉત્પાદન શરૂ કરેલ છે.

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/