અરવલ્લી: અત્યાર જુલાઈમાં સુધીમાં કોરોનાના કુલ 3090 સેમ્પલ લેવાયા : જેમાં 93નો રિપોર્ટ પોઝિટિવ આવ્યા

0
22
/

અરવલ્લી: તાજેતરના એક અહેવાલ અનુસાર કોરોનાનું સંક્રમણ અરવલ્લીમાં વધતા  વહીવટી તંત્ર દ્વારા પરિસ્થિતિ ઉપર ચાંપતી નજર સાથે કાર્યવાહી કરવામાં આવી રહી છે.ત્યારે આરોગ્ય તંત્ર દ્વારા અરવલ્લી જિલ્લામાં જુલાઈ માસમાં ૩૦૯૦ સેમ્પલ લેવાયા હતા.જેમાંથી ૯૩ પોઝીટીવ દર્દીઓ કોરોના ના નોંધાયા હતા. અરવલ્લી જિલ્લામાં  મંગળવારના રોજ જિલ્લામાં વધુ બે કેસ સાથે કુલ કેસનો આંક ૩૨૩ ને આંબી ગયો છે.જેમાં મોડાસાના કસ્બા વિસ્તારમાં રહેતી ૬૫ વર્ષિય મહિલા કોરોનામાં સંપડાયા હતા.જયારે મોડાસા તાલુકાના બોલુન્દરા ગામની ૨૨ વર્ષિય યુવતી નો કોરોનાનો રીપોર્ટ પોઝીટીવ આવ્યો હતો. જિલ્લામાં કોરોના ના કુલ કેસનો આંક ૩૨૩ એ પહોચ્યો હતો.

જિલ્લામાં કુલ ૩૨૧ કોરોના દર્દીઓમાંથી ૨૫૬ લોકો સાજા થઈ જતાં તેઓને રજા આપવામાં આવી છે.હાલ ૨૮ દર્દીઓ સારવાર હેઠળ છે.અને ૧૨૪૨ વ્યક્તિઓને હોમ કર્વારન્ટાઈન કરાયા હતા.આમ જિલ્લામાં કુલ ૩૭ લોકોના મોત નીપજયા છે.જેમાં જુલાઈ માસમાં જ  ૧૬ લોકોને કોરોના ભરખી ગયો હતો.આમ જિલ્લામાં કોરોનાના પોઝીટવી કેસો ની સામે મૃત્યુઆંક વધુ હોવાથી જિલ્લાવાસીઓમાં ફફડાટ ની લાગણી ફેલાઈ છે. હાલમાં કોરોના વાયરસ સમગ્ર દેશમાં ફેલાયેલ હોઈ પોઝીટીવ દર્દીઓના સંપર્કમાં આવેલા લોકોને સંક્રમણ નું જોખમ સૌથી વધુ હોય છે.પોઝીટીવ કેસ જાહેર થતાં ત્યાં સંક્રમણનું જોખમ અટકાવવા પૂરતી તકેદારીના ભાગરૂપે કોવિડ-૧૯ પોઝીટીવ કેસ ના નિયંત્રિત વિસ્તાર તરીકે જાહેર કરેલ હોય તેવા વિસ્તારમાં આરોગ્યની ટીમો દ્વારા હાઉસ ટુ હાઉસ સર્વેની કામગીરી કરવામાં આવી રહી છે.ત્યારે જિલ્લામાં પોઝીટીવ કેસના સંપર્કવાળા કુલ-૧૨૪૨ વ્યક્તિઓને હોમ કર્વારન્ટાઈન કરવામાં આવ્યા છે.

જયારે અરવલ્લી જિલ્લામં આજદિન સુધી નોંધાયેલ કોવિડ-૧૯ પોઝીટીવ ૩૨૧ કેસો પૈકી કુલ ૨૫૬ દર્દીઓ ની સારવાર પૂર્ણ થતાં તેઓને કોવિડ હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે.કોવિડ-૧૯ ના કુલ-૨૮ પોઝીટીવ દર્દી હાલ સારવાર હેઠળ છે.હાલમાં વાત્રક કોવિડ હોસ્પિટલમાં આઈસોલેશનમાં-૪ તેમજ મોડાસા સાર્વજનિક હોસ્પિટલમાં આઈસોલેશનમાં ૧૮ પોઝીટીવ દર્દીઓ પૈકી સારવાર હેઠળ છે.તેમજ અરવલ્લી જિલ્લાના ૦૩ પોઝીટીવ કેસ હિંમતનગર સીવીલ હોસ્પિટલમાં, અમદાવાદ ની હોસ્પિટલમાં -૦૨ તેમજ ગાંધીનગર ની હોસ્પિટલમાં ૦૧ દર્દી સારવાર હેઠળ છે.આમ કુલ ૨૮ પોઝીટીવ દર્દીઓ સારવાર લઈ રહયા છે. જયારે અરવલ્લી જિલ્લામાં જુલાઈ માસમાં આરોગ્ય તંત્ર દ્વારા ૩૦૯૦ સેમ્પલ લેવાયા હતા.જેમાંથી ૯૩ પોઝીટીવ કેસ સામે આવ્યા હતા.આમ માત્ર જુલાઈ માસમાં જ ૧૦૦ કેસ નેે આંકડો આંબી ગયો હતો.જેથી જિલ્લામાં કોરોનાનું સંક્રમણ વધુ જોવા મળતાં લોકોમાં ડર પેદા થયો હતો.અત્યાર સુધી જિલ્લામાં ૩૭ લોકોના કોરોનાથી મોત થયા છે.જેમાં જુલાઈ માસમાં જિલ્લામાં ૧૬ લોકોને કોરોના ભરખી ગયો હતો.કુલ મોતના અડધા મોતનો આંકડો તો માત્ર એક જ મહિનામાં નોંધાયેલ હતો.

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/