આણંદ: કોંગ્રેસ સમિતિમાં સોશ્યલ ડીસ્ટન્સના ધજાગરા ઉડયા !!

0
14
/

આણંદ: તાજેતરમાં કોરોના મહામારીને લઇને મીટીંગ સહિતના કાર્યક્રમો સોશ્યલ ડિસ્ટનસિંગ સહિતના નિયમોનું પાલન કરવા માટે અનેક વખત જાહેરાતો કરવામાં આવી રહી છે.નેતાઓ પણ સામજીક અંતર જાળવવામાટે જનતાને અપીલો કરી રહી છે. ત્યારે આણંદ શહેરમાં જીલ્લા કોંગ્રેસ સમિતિ ખાતે કોંગ્રેસના સ્થાનિક નેતાઓ દ્વારા સોશ્યલ ડીસ્ટન્સ નહી જાળવી સોશ્યલ ડીસ્ટન્સના લીરેલીરા ઉડાડતા કોંગ્રેસના સોશ્યલ ડીસ્ટન્સ ભંગના ફોટાઓ સોશ્યલ મીડીયામાં વાયરલ થયા છે. જેને લઈ લોકો કોંગ્રેસના સ્થાનિક નેતાઓની કરણી અને કથની સામે સવાલો ઉઠાવી રહ્યા છે.

આણંદ શહેરમાં ગ્રીડ પાસે આવેલી જીલ્લા કોંગ્રેસ સમિતિ કાર્યાલય ખાતે બુઘવાર સાંજે કોંગ્રેસ દ્વારા જીલ્લા નરેન્દ્ર મોદી વિચાર મંચ આઈટી સેલના પ્રવકતા જસપાલસિંહ ઠાકોરને કોંગ્રેસ પક્ષમાં પ્રવેશ આપવા માટે એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. અને જેમાં જસપાલસિંહ ઠાકોર અને તેમના આઈટી સેલના ટેકેદારોને કોંગ્રેસના જીલ્લા પ્રમુખ સહિત સ્થાનિક હોદ્દેદારોએ ખેસ પહેરાવી કોંગ્રેસમાં પ્રવેશ આપ્યો હતો ત્યારે સોશ્યલ ડીસ્ટન્સના લીરેલીરા ઉડતા જાેવા મળ્યા હતા.

કોંગ્રેસના જીલ્લા પ્રમુખ સહિત સ્થાનિક નેતાઓએ સોશ્યલ ડીસ્ટન્સ જાળવ્યા સિવાય ભેગા મળી નવા જાેડાયેલા કાર્યકરને ખેસ પહેરાવી તેમજ તેઓને નિમણુંક પત્ર આપી સ્વાગત કર્યું હતું. ત્યારે આ નેતાઓ દ્વારા સોશ્યલ ડીસ્ટન્સનું કોઈપણ પાલન કરવામાં આવ્યું ન હતું. અને ભેગા મળી ફોટોસેશન કરવામાં આવ્યું હતું. ત્યારે કલેકટરના જાહેરનામાનો સ્થાનિક નેતાઓ દ્વારા જ ભંગ કરી સોશ્યલ ડીસ્ટન્સના લીરેલીરા ઉડાડતા આ ફોટાઓ સોશ્યલ મીડીયામાં વાયરલ થયા હતા. જેને લઈ પ્રજામાં કોંગ્રેસ પક્ષની કોરોના મહામારીને લઈને કરણી અને કથનીમાં રહેલા ફેર અંગે પ્રશ્નો ઉઠ્યા છે.

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/