શ્રાવણી સાતમે મહિલાઓ મોટી સંખ્યામાં ઉમટતી હોવાથી કોરોના સંક્રમિત ન થાય તે માટે તકેદારીના પગલાં લેવાની રજુઆત કરેલ છે
મોરબી : તાજેતરમાં મોરબીના દરબાર ગઢ પાસે આવેલા શીતળા માતાના મંદિર અને આસપાસના વિસ્તારને સેનેટાઇઝ કરવાની માંગ સાથે સ્થાનિક અગ્રણીએ પાલિકા તંત્રને રજુઆત કરી છે. આ શીતળા માતાના મંદિરે શ્રાવણી સાતમે મહિલાઓ મોટી સંખ્યામાં ઉમટતી હોવાથી તેમની સલામતીના ભાગરૂપે આ તકેદારીના પગલાં લેવાની માંગ કરી છે.
મોરબીના વોર્ડ નંબર 5માં રહેતા યુવા અગ્રણી કેયુરભાઈ પંડ્યાએ પાલિકાના ચીફ ઓફિસરને લેખિતમાં રજુઆત કરી હતી કે વોર્ડ નંબર 5ના દરબાર ગઢ પાસે મચ્છુ નદીના કિનારે આવેલ વર્ષો જુના શીતળા માતાના મંદિરે દર વર્ષે શ્રાવણ માસ સાતમના દિવસે વર્ષોની ધાર્મિક માન્યતા મુજબ મોટી સંખ્યામાં બહેનો ઉમટી પડે છે અને માતાજીના દર્શન કરીને તેમની પૂજા અર્ચના કરે છે. ત્યારે આ વખતે કોરોનાનો કહેર હોવાથી આગામી શ્રાવણ માસની સાતમે આ મંદિરે આવનાર બહેનો સહિતના ભાવિકો કોરોનાથી સંક્રમિત ન થાય તે માટે આગોતરા સાવચેતીના પગલાં લેવા જરૂરી છે. જેમાં શીતળા માતાના મંદિર અને આસપાસના વિસ્તારને સેનેટાઇઝ કરવાની માંગ કરી છે. સાથોસાથ ભાવિકો સરકારની ગાઈડ લાઈન પ્રમાણે મંદિરમાં દર્શન કરી શકે તેવી વ્યવસ્થા ગોઠવવાની પણ માંગણી કરરેલ છે.
(રિપોર્ટ: રાધેશ બુધ્ધભટ્ટી)