મોરબી: સિવીલ હોસ્પિટલમાં કોવિડ-19 ટેસ્ટ માટે લેબોરેટરી શરુ કરવા માંગણી

0
66
/

મોરબી : તાજેતરમાં એ-ગ્રેડ ધરાવતી મોરબીની સીવીલ હોસ્પિટલમાં કોવિડ–19ની લેબોરેટરી ચાલુ કરવા અંગે માંગ કરવામાં આવી છે. જેના માટે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મોરબી જિલ્લાના રમેશભાઈ રબારી દ્વારા મુખ્ય મંત્રી વિજયભાઈ રૂપાણીને લેખિત રજૂઆત કરવામાં આવેલ છે.

તેઓએ લેખિત રજૂઆતમાં જણાવ્યું છે કે હાલમાં મોરબીમાં કોરોનાનો ભારે પ્રકોપ છે, લોકોમાં ભારે ભયનો માહોલ છે. કોરોના મહામારીને કારણે ધંધા-રોજગાર ઉપર ખૂબ જ માઠી અસર છે, લોકો બેકાર છે. સંખ્યાબંધ પરિવારો આવો ત્રાસ ભોગવે છે. તેવા સંજોગોમાં લોકોને કોરોના ટેસ્ટ માટે રાજકોટ, જામનગર, અમદાવાદ પ્રાઈવેટ તેમજ સરકારી હોસ્પિટલમાં જવું પડે છે. જે આમ જનતા માટે અશક્ય હોય છે. આથી, મોરબીમાં જલ્દીમાં જલ્દી પી.એમ. ફંક અથવા તો સી.એમ. ફંડમાંથી કોરોના લેબોરેટરી અને કોરોના ટેસ્ટીંગ ની કાર્યવાહી કરી શકાય તેવી વ્યવસ્થા કરવા માંગણી કરાઇ છે. જો એકાદ સપ્તાહમાં કોરોના ટેસ્ટીંગ લેબ ચાલુ ન થાય તો ના છૂટકે જનતાના હિત માટે સરકારી હોસ્પિટલના ગેટ પાસે પ્રતિક ઉપવાસ કરવાની ચીમકી આપી છે. મોરબીની આમ પ્રજાના હિતાર્થે એ ગ્રેડ ધરાવતી સિવિલ હોસ્પિટલમાં લેબોરેટરી ટેસ્ટીગ ચાલુ થાય તેવો પ્રબંધ કરવા અપીલ કરવામાં આવેલ છે.

(રિપોર્ટ: રાધેશ બુધ્ધભટ્ટી)

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/