મોરબીની સીવીલ હોસ્પિટલના પી.એમ. રૂમનો કોલ્ડ સ્ટોરેજ બંધ થતા ડેડબોડી રઝળી પડી

0
188
/

સિવિલ હોસ્પિટલ તંત્રએ ફરી માનવતા નેવે મૂકી, અંતે જાગૃત સંસ્થા અને સામાજિક કાર્યકરે બીનવારસી મૃતદેહની અંતિમવિધિ કરી

મોરબી : મોરબીના સિવિલ હોસ્પિટલ તંત્રે ફરી મોતનો મલાજો જાળવ્યો ન હતો.એક અજાણ્યા પુરુષે આપઘાત કર્યા બાદ તેની ડેડબોડી પીએમ અર્થે સિવિલ હોસ્પિટલમાં આવી હતી પરંતુ પીએમ રૂમનો કોલ્ડ સ્ટોરેજ બંધ હોવાથી ડેડબોડી ફુલાયને દુર્ગધ મારતા તંત્રની શરમજનક બેદરકારીની પોલ ખુલી ગઈ હતી.

મોરબીની સિવિલ હોસ્પિટલ એટલે અસુવિધાનું કેન્દ્ર એવી લોકોમાં અમીટ છાપ પડી ગઈ છે. એનું કારણ એ છે કે સિવિલ હોસ્પિટલ તંત્ર દર્દીઓને સુવિધા આપવાને બદલે ધોર બેદરકારી દાખવતું હોવાથી આ હોસ્પિટલ તંત્રની અક્ષમ્ય બેદરકારી વારંવાર છાપરે ચડીને પોકારે છે. તેમાંય હવે તો તંત્રે હદ કરી દીધી છે અને મોતનો મલાજો પણ ન જાળવ્યો હોય એવી શરમજનક બેદરકારી પ્રકાશમાં આવી છે. જેમાં થોડા દિવસ પહેલા એક અજાણ્યા પુરુષે ટ્રેન હેઠળ ઝપલાવીને આપઘાત કરી લીધો હતો.તેથી તેની ડેડબોડીને પીએમ અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડાઇ હતી.પરંતુ ખાટલે મોટી ખોટ એ હતી કે હોસ્પિટલના પીએમ રૂમનો કોલ્ડ સ્ટોરેજ બંધ હતો

જોકે મૃતકના પરિવાજનોનો કોઈ પતો ન લાગતા બે ત્રણ દિવસ તેની ડેડબોડી જેમ તેમ પડી રહી હતી અને ટ્રેન હેઠળ કપાઈ જવાથી ફુગાઈ ગયેલી લાશ ભયંકર દુર્ગધ મારતી હોવા છતાં જાડી ચામડીના બનેલા તંત્રને જરાય શરમ ન આવી.અંતે સામાજિક કાર્યકર હસીનાબેન લાડકા અને પંચમુખી હનુમાનજી ટ્રસ્ટના સભ્યોએ આ બીનવારસી લાશની અંતિમવિધિ કરી હતી.જોકે અગાઉ પણ પી.એમ.રૂમનો કોલ્ડ સ્ટોરેજ બંધ હોવાથી એકી સાથે ચાર ડેડબોડી રઝળી પડી હતી અને બીજી વખત તંત્રએ માનવતા નેવે મુકતા લોકોમાં રોષ ભભૂકી ઉઠ્યો છે

આવા વધુ સમાચારો માટે નીચેની લિન્ક પર ક્લિક કરો અને The Press Of India નું ફેસબુક પેજ લાઇક કરો…

https://www.facebook.com/thepressofindia/?ref=bookmarks

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/