મોરબી નગર પાલિકાના ભૂગર્ભ સહિતના સફાઈ કર્મીઓને ધમકી આપી હેરાન કરાતા હોવાનો આક્ષેપ

0
107
/
કોંગી ગ્રણીએ જિલ્લા કલેકટરને રજુઆત કરીને આ મામલે યોગ્ય કાર્યવાહી કરવાની માંગ કરી

મોરબી : આજે મોરબીના કોંગી અગ્રણી રમેશ રબારીએ જિલ્લા કલેકટરને રજુઆત કરીને શહેરમાં ભૂગર્ભ ગટરની સફાઈ કરવા મામલે સફાઈ કર્મીઓને જે તે વિસ્તારમાં ભાજપના અમુક સુધરાઈ સભ્ય તતડાવી નાખીને ધમકી આપી ભૂગર્ભ ગટરની સફાઈના કામમાં રોડા નાખતા હોવાનો આક્ષેપ કર્યો છે. એટલું જ નહીં ભાજપના સભ્યોના કારણે લોકોને ભૂગર્ભ ગટરની સમસ્યાનો ત્રાસ વેઠવો પડતો હોવાનો પણ ગંભીર આક્ષેપ કર્યો હતો.

રજુઆતમાં જણાવ્યું હતું કે હાલમાં ભારે વરસાદને પગલે શહેરમાં ઠેરઠેર ભૂગર્ભ ગટરોમાં પાણી ભરાઈ જવાથી ભૂગર્ભની કુંડીઓમાંથી પાણી બહાર રોડ ઉપર કે શેરીમાં ઉભરાતું હોય છે.આ પ્રકારની ફરિયાદ મળતા પાલિકાના સફાઈ કર્મીઓ જે તે વિસ્તારમાં ભૂગર્ભ સમસ્યાનું નિરાણકાર કરવા જાય છે. પણ અમુક ભાજપના સુધરાઈ સભ્યો આ કર્મચારીઓ સાથે મનમાની ચલાવીને ધાક ધમકીઓ આપી અને તેમને ચા-પાણી, બાથરૂમ અને ટોયલેટ જ જવા દઈને ધાકધમકીઓ આપી આ કામમાં રોડા નાખતા હોવાનો આક્ષેપ કર્યો હતો.

આ સફાઈ કામદારોને કોંગ્રેસ પક્ષના કાર્યકરોએ સૂચવેલા કામો ન કરવા દેવા રીતસર ધમકાવે છે. આથી, સફાઈ કર્મીઓ કામે આવતા ડરે છે અને પરિણામે કામમાં અસર થાય છે. ભાજપના અમુક સદસ્યોના કારણે લોકોને ભૂગર્ભ ગટરની સમસ્યાનો સામનો કરવો પડે છે. જો કે આવા સફાઈ કર્મીઓ આ બાબતે ફરિયાદ કરતા પણ ડરે છે. ત્યારે સફાઈ કામદારો નિર્ભય બનીને લોકોના કામો યોગ્ય રકતે કરી શકે તેવી વ્યવસ્થા કરી આ સમગ્ર મામલે તટસ્થ તપાસ કરવાની માંગ કરેલ છે.

(રિપોર્ટ: રાધેશ બુધ્ધભટ્ટી)

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/