તાજેતરમા મોરબી જીલ્લામાં કોરોના કહેર સતત વધી રહ્યો છે ત્યારે કોરોના કહેરને રોકવા માટે મોરબીમાં આરોગ્ય વિભાગ, વહીવટી તંત્ર અને નગરપાલિકા દ્વારા સંયુક્ત ટીમોની રચના કરવામાં આવી છે અને ઘરે ઘરે સર્વે કામગીરી શરુ કરવામાં આવી છે
મોરબી શહેર અને તાલુકામાં શનિવાર સુધીમાં ૮૪૩ જેટલા કેસો નોંધાઈ ચુક્યા છે અને દિન પ્રતિદિન કોરોના કહેર વધી રહ્યો છે જેને ધ્યાને લઈને હવે તંત્રએ કમર કસી છે મોરબીનું આરોગ્ય વિભાગ, નગરપાલિકા અને વહીવટી તંત્ર દ્વારા એક્શન પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે અને ઘરે ઘરે સર્વે માટે ટીમો તૈયાર કરી સર્વે કામગીરી શરુ કરવામાં આવી છેજે અંગે પાલિકાના ચીફ ઓફિસર ગીરીશ સરૈયાએ જણાવ્યું હતું કે એક્ટીવ સર્વેલન્સ ટીમોની રચના કરાઈ છે જે મોરબી શહેરના ૧ થી ૧૩ વોર્ડમાં ઘરે ઘરે જઈને સર્વે કામ કરશે જેમાં એક ટીમને ૧૫૦ થી ૨૦૦ ઘરોમાં સર્વે કરવાની કામગીરી સોપવામાં આવી છે જે ટીમ ઘરે ઘરે જઈને સર્વે કરશે જેમાં કોરોના લક્ષણ દેખાય તેવા વ્યક્તિને શોધીને તાત્કાલિક સારવાર મળે તેવી વ્યવસ્થા કરાશે અને કોરોના કહેર અટકાવવા માટે મોરબી શહેરના ૧૩ વોર્ડ માટે કુલ ૨૭૦ ટીમોની રચના કરવામાં આવી હોવાનું જણાવેલ હતું.
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia/
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide