‘કાઠિયાવાડના વાઘ’ અને ‘સૌરાષ્ટ્રના શાહજહાં’ સર વાઘજી ઠાકોર વિષે જાણવા જેવું

0
2035
/

મોરબીને કાઠિયાવાડના પેરિષની ઉપમા અપાવનાર સર વાઘજી ઠાકોર આજે પણ લોકહૃદયમાં અમર છે 

મોરબી : મોરબીના રાજવી સર વાઘજી ઠાકોર બાપુ એક પ્રજા વત્સલ રાજવી હોવાથી હજુ પણ લોકહૃદયમાં અમર છે. આજે પણ સર વાઘજી ઠાકોરને પ્રજા ‘કાઠિયાવાડના વાઘ’ અને ‘સૌરાષ્ટ્રના શાહજહાં’ તરીકે યાદ કરે છે. રાજવી વાઘજી બાપુમાં ઉમદા ગુણ અને દીર્ઘદ્રષ્ટિ હોવાના કારણે મોરબીને આધુનિક બનાવીને કાઠિયાવાડનું પેરિષ બનાવી દીધું હતું. વાઘજી ઠાકોરે મોરબીની પ્રજાના હિતમાં આપેલી અનેક સુવિધાઓનું જતન અને વિસ્તરણ કરાયું હોત તો મોરબી આજે મેટ્રો સીટી હોત!

(રિપોર્ટ : રાધેશ બુધ્ધભટ્ટી)

રાજાશાહી સમયમાં પેરિષ ગણાતી મોરબી નગરીના શિલ્પી વાઘજી ઠાકોર (દ્વિતીય)નો જન્મ ઇ.સ. 1858માં થયો હતો. રવાજી ઠાકોર પછી તેમના પાટવી કુંવર વાઘજી ઠાકોર માત્ર 13 વર્ષની વયે વર્ષ 1870માં મોરબીની રાજગાદીએ બિરાજ્યા હતા. વાઘજી ઠાકોર બાપુ નાનપણથી બહાદુર હતા અને તેમણે રાજકોટની રાજકુમાર કોલેજમાંથી શિક્ષણ મેળવ્યું હતું. કોલેજ દરમિયાન તેમણે અનેક સાહસિક પ્રવૃતિઓમાં ભાગ લઈને શાનદાર દેખાવ કર્યો હતો. કોલેજના શિક્ષણ બાદ તેમણે યુરોપનો પ્રવાસ પણ કર્યો હતો. તે વખતે સૌરાષ્ટ્રના રાજવીઓમાં તેઓ યુરોપથી વિમાન ખરીદી લાવનારા તેઓ પહેલા હતા.

વાઘજી બાપુએ બ્રિટનની મુલાકત લઈને ત્યાંના જેવી સુવિધાઓ મોરબીમાં ઉપલબ્ધ કરવા માટે ભારે કમર કસી હતી. તેઓએ ઇંગ્લેન્ડથી સામાન મંગાવી ઝૂલતો પુલ બંધાવ્યો હતો. અને પાડા પુલના બંને છેડે કાંસાના બે આખલાના બાવલા મુકાવ્યા, મોરબીમાં ઘોડા જોડેલી ટ્રામ પણ શરૂ કરી હતી. જે આખા કાઠિયાવાડમાં આકર્ષણનું કેન્દ્ર બની ગઇ હતી. મોરબીની પ્રજાને લાઈટ, ટેલિફોન, ઘરે-ઘરે નળ, અન્ડરગ્રાઉન્ડ વાયરિંગ, એરપોર્ટ અને શિક્ષણ જેવી અનેક સુવિધાઓ આપવામાં તેમનો સિંહફાળો છે. તેમણે મોરબીની સુશોભિત બાંધણીની બજાર બાંધી હતી. મોરબીમાં વૂડહાઉસ નામનો લોખંડનો ટાવર (ગ્રીન ટાવર) પણ તેમના સમયમાં બંધાયેલો છે. 1886માં સૌરાષ્ટ્રમાં સૌ પ્રથમ મોરબીમાં 94 માઈલની રેલવેની સુવિધા શરૂ કરવાનો યશ તેમના નામે જાય છે.

(રિપોર્ટ : રાધેશ બુધ્ધભટ્ટી)

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/