મહેસાણા, વિસનગરના માર્કેટયાર્ડ કૃષિ બીલના વિરોધમાં 25મીએ બંધ રહેશે

0
23
/

તાજેતરના કેન્દ્ર સરકારના કૃષિ બિલ વિરોધમાં ખેડૂત સંગઠનો દ્વારા બંધનું એલાન આપવામાં આવ્યું છે. ત્યારે વિસનગર ગંજબજાર વેપારી મંડળ દ્વારા પણ ખેડૂત સંગઠનો સાથે જોડાઇ તા.૨૫/૯ના રોજ માર્કેટયાર્ડ બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. જેમા ંમહેસાણા, ખેરાલુ, ઉંઝા, માર્કેટાયર્ડ બંધ રહેશે.

કિશાન સંગઠનો દ્વારા ભારત સરકારના કૃષિ અધ્યાદેશના તાજેતરમાં પ્રસ્થાપિત કરેલા કાયદાના વિરોધમાં ભારત દેશના ૨૫૦ ખેડૂત સંગઠનો દ્વારા તા.૨૫/૯/૨૦૨૦ને શુક્રવારના રોજ દેશવ્યાપી હડતાલનું એલાન આપવામાં આવ્યું છે. જેને વિસનગર ગંજબજાર કમિશન એજન્ટ એસોસીએશને ટેકો જાહેર કર્યો છે. જે સંદર્ભે ગુજબાજર વેપારી મંડળ-વિસનગરના પ્રમુખ કરશનભાઇ પટેલે જણાવ્યું છે કે વેપારી મંડળ બંધના એનાલમાં જોડાઇ ટેકો આપેલ છે. તા.૨૫/૯ના રોજ બજારનું તમામ કામકાજ બંધ રહેશે.

મહેસાણા માર્કેટયાર્ડ વેપારી એશોશીએશન યાર્ડના તમામ વેપારીઓને જાણ કરી જણાવેલ છે કે તાજેતરમાં કેન્દ્ર સરકાર દ્વારા કૃષિ બીલ લોકસભા રાજ્ય સભામાં પ્રસ્થાપિત કરેલ છે. જેનો વિરોધ ઉત્તર ગુજરાતના તમામ માર્કેટયાર્ડો તા.૨૫/૯/૨૦ના રોજ હડતાલનું એલાન આપેલ છે. જેથી માર્કેટયાર્ડ બંધ રહેશે તેજ રીતે ખેરાલું ઉંઝાના માર્કેટ બંધ રહેશે જ્યારે વડનગર ,કડીના માર્કેટયાર્ડ શરુ રહેશે.

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/