મહેસાણા: આર્યુવેદિક તબીબોને સર્જરીની છુટ સામે આજે હોસ્પિટલો બંધ રહેશે

0
43
/

હાલ રાષ્ટ્રીય શિક્ષણ નિતી 2020 અને નિતી આયોગની ચાર સમિતિઓ દ્વારા હાલમાં ચાલુ ચિકિત્સા પધ્ધતિઓને મીક્ષ કરી મિકસોપેથી બનાવવા જઇ રહેલ છે.

જેના ઉગ્ર વિરોધમાં ઇન્ડિયન મેડીકલ એસોશિએશન દ્વારા શુક્રવારે મહેસાણામાં એલોપથી હોસ્પિટલોમાં રૂટીન સારવાર સવારે 6 થી સાંજે 6 સુધી બંધ રહેશે. આઇએમએ મહેસાણાના પ્રમુખ ડૉ. મુકેશ ચૌધરી અને મંત્રી ડૉ. પિયુષ પટેલે જણાવ્યું કે, સેન્ટ્રલ કાઉન્સિલ ફોર ઇન્ડિયન મેડિકલ એસો.દ્વારા આર્યુવેદિક પોસ્ટ ગ્રેજ્યુએટ તબીબોને 58 જેટલી સર્જરી કરવાની અનુમતી અપાઇ છે. જેનો તદ્દન અલગ-અલગ ચિકિત્સા પદ્ધતિનું ભેળસેળ કરવાથી દેશની આધુનિક અને ખૂબ જ વિકસીત તબીબી શિક્ષણ પ્રણાલીને મોટું નુકસાન થવાની સંભાવના છે.સરકારના આ નિર્ણયના વિરોધમાં 11 ડિસેમ્બરે સવારે 6 થી સાંજે 6 વાગ્યા સુધી નોનકોવિડ, નોન ઇમરજન્સી સારવારથી દૂર રહી સરકારના નિર્ણયનો વિરોધ પણ નોંધાવીશું.

 

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/