મોરબી અને માળિયા તાલુકામાં પેટા ચુંટણીની આચારસંહિતા અમલી બની

0
52
/

મોરબી: રાજ્યની આઠ વિધાનસભાની પેટા ચુંટણીની જાહેરાત કરવામાં આવી છે અને પેટા ચુંટણીને પગલે મોરબી અને માળિયા તાલુકામાં આચારસંહિતા લાગુ થઇ છે જોકે જીલ્લાના અન્ય તાલુકાઓમાં આચારસંહિતા લાગુ પડશે નહિ

ગુજરાતના મુખ્ય નિર્વાચન અધિકારી ડો. એસ મુરલીક્રિષ્નાની યાદીમાં જણાવ્યું છે કે રાજ્યની આઠ વિધાનસભાની પેટા ચુંટણીની જાહેરાત કરાઈ છે જેથી ભારતના ચુંટણી આયોગની સુચના અન્વયે પેટા ચુંટણી હેઠળના મત વિસ્તાર સિવાયના તે જીલ્લાના બાકી ભાગમાં વિકાસના કામો કરવામાં કે રાહત કાર્યો કરવામાં આચારસંહિતા બાધરૂપ રહેશે નહિ પેટા ચુંટણી હેઠળના મત વિસ્તાર સિવાયના જીલ્લાના બાકીના ભાગમાં વિકાસ કામો અને રાહત કામો આચારસંહિતા દરમિયાન પણ ચાલુ રાખી શકાશે જીલ્લાના જે ભાગમાં ચુંટણી યોજાવાની નથી તે ભાગમાં ચુંટણી સાથે સંકળાયેલ હોય તે સિવાયના અધિકારીઓ અને કર્મચારીઓની બદલી બાબતે આચારસંહિતા બાધારૂપ બનશે નહિ.

(રિપોર્ટ : રાધેશ બુધ્ધભટ્ટી)

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/