મોરબી જિલ્લા કોંગ્રેસ કાર્યકર્તાઓ દ્વારા ખેડૂતો સહિતના વિવિધ મુદ્દે વિરોધ પ્રદર્શન

0
72
/
પોલીસને વિરોધ પ્રદર્શનના કાર્યક્રમની અગાઈથી જાણ થતાં અલગ અલગ સ્થળે બંદોબસ્ત મૂકીને વિરોધ પ્રદર્શન કરતા તમામની અટકાયત કરી

મોરબી : આજે મોરબી જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા આજે ખેડૂત વિરોધી કાયદો નાબૂદ કરવા અને શિક્ષણ ફી 100 ટકા માફ કરવાની માંગ સાથે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. વિરોધ પ્રદર્શનનું સ્થળ ગુપ્ત રખાયું હોવા છતાં અગાઉથી પોલીસને આ કાર્યક્રમની ખબર પડી જતા અલગ અલગ સ્થળે ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દીધો હતો. દરમ્યાન આજે પોલીસે વિરોધ પ્રદર્શન કરતા તમામ કોંગ્રેસના અગ્રણીઓ અને કાર્યકરોની અટકાયત કરી હતી.

મોરબી જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા આજે ખેડૂત વિરોધી કાયદો નાબૂદ કરવા તથા શિક્ષણ ફી માફ કરવાની માંગ સાથે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. જો કે આ વિરોધ કાર્યક્રમના સ્થળને ગુપ્ત રાખવામાં આવ્યો હોવા છતાં પોલીસને ગતરાત્રીથી જ આ કાર્યક્રમની જાણ થઈ જવાથી આજ સવારથી શહેરના અલગ અલગ સ્થળ નવા બસ સ્ટેન્ડ, જિલ્લા કોંગ્રેસ કાર્યાલય, માર્કેટીંગ યાર્ડ પાસે એલસીબી, એસઓજી અને એ ડિવિજન પોલીસ સ્ટાફનો ચાંપતો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો.

આજે સવારે જિલ્લા કોંગ્રેસ પ્રમુખ લલિતભાઈ કગથરા, શહેર કોંગ્રેસ પ્રમુખ રામભાઈ રબારી સહિતના અગ્રવાનો અને કાર્યકરો દ્વારા જિલ્લા કોંગ્રેસ કાર્યાલયથી નવા બસ સ્ટેન્ડ સુધી વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું અને ખેડૂત વીરોધી કાયદો નાબૂદ કરોની માંગ સાથે નારા લગાવીને સરકાર વિરુદ્ધ છાજીયા લઈને ઉગ્ર દેખાવો કરવામાં આવ્યા હતા. બાદમાં નવા બસ સ્ટેન્ડ પર સરદાર પટેલની પ્રતિમા પાસે વિરોધ પ્રદર્શન કરતા આ તમામની પોલીસે અટકાયત કરેલ હતી.

(રિપોર્ટ : રાધેશ બુધ્ધભટ્ટી)

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/