મોરબીમાં નવલખી બાયપાસ પાસે બેકાબુ ટ્રક કન્ટેન્ટર સાથે અથડાયો, ટ્રકચાલકનું મોત

0
89
/

મોરબી : આજે મોરબીના નવલખી ફાટકથી વાવડી ચોકડી જવાના રસ્તે એક બેકાબુ ટ્રક રોંગસાઈડમાં ધસી જઈ કન્ટેનર સાથે અથડાયો હતો. ઘટનામાં કન્ટેનર ચાલક અને તેના ક્લીનરને ઇજા પહોંચી હતી. જ્યારે આરોપી ટ્રક ચાલકને પગમાં શરીરના અન્ય ભાગે ગંભીર ઇજા થતાં તેનું મોત નિપજ્યું હતું. બનાવ અંગે એ ડિવિઝન પોલીસે અકસ્માત મોતની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

આ બનાવની એ ડિવિઝન પોલીસ મથકેથી મળતી માહિતી મુજબ મોરબીના નવલખી બાયપાસ પાસે વાવડી ચોકડી તરફ જવાના રસ્તે ગુરુવારના રોજ જીજે 4 એ.ટી.7712 નમ્બરનો ટ્રક અચાનક બેકાબુ બની ગયો હતો અને રોંગ સાઈડમાં ધસી જઈ સામે આવતા કન્ટેન્ટર નમ્બર જીજે 12 બી.એક્સ.7435ને ધડાકાભેર અથડાયો હતો. આ ઘટનામાં ટ્રકચાલક અફઝલભાઈને ગંભીર ઇજા પહોંચતા તેનું મોત નિપજ્યું હતું. જ્યારે કન્ટેનરચાલક મહિપાલ રાજારામ ચૌધરી (રહે રાજુવાણી ઘાણીગામ, જી. બાડેમર, રાજસ્થાન) અને તેના ક્લીનરને ઇજા પહોંચી હતી. બનાવ અંગે એ ડિવિઝન પોલીસે અકસ્માત મોત અંગે નોંધ કરી હતી. જે અંગે વધુ તપાસ પોલીસ સ્ટાફ ચલાવી રહેલ છે.

(રિપોર્ટ : રાધેશ બુધ્ધભટ્ટી)

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/