ભાવનગર: સમન્સ મળતા રેશ્મા પટેલ ભાવનગર LCB સમક્ષ હાજર થયા

0
178
/

તાજેતરમા પાટીદાર અનામત આંદોલન સમયે થયેલા કેસમાં ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ સમક્ષ ગુજરાત NCP મહિલા પ્રમુખ રેશ્મા પટેલ હાજરી પુરાવવા આવ્યા હતા. રેશ્મા પટેલે દુષ્કર્મની ઘટનાઓ અને પાટીદાર આંદોલન સમયે થયેલા કેસો પરત ખેંચવાની વાતને લઈને સરકાર પર પ્રહારો કર્યા હતા. પાટીદાર આંદોલન સમયે અનેક સામે કેસ નોંધાયા હતા. જેમાં રેશ્મા પટેલ સામે પણ ભાવનગરમાં પણ કેસ નોંધાયો હતો. જેનું સમન્સ મળતા રેશ્મા પટેલ લોકલ ક્રાઇમ બ્રાન્ચ ખાતે હાજર થયા હતા. રેશ્મા પટેલે જણાવ્યું હતું કે, સમાજ અને રાજ્ય માટે જે કાર્ય કરવાનું હોય તે પાણી વગરના વિજયભાઈ રૂપાણી કરી રહ્યાં નથી.

ભાજપને જડબાતોડ જવાબ આપીશું અને જનતા પણ જવાબ આપશેઃ રેશ્મા પટેલ
રેશ્મા પટેલે સરકાર પર પ્રહાર કરતા જણાવ્યું હતું કે, સરકારે અગાઉ કેસ પરત ખેંચી લીધા છે તેમ કહ્યું હતું પરંતું જે કેસ પરત ખેંચાયા નથી અમે એ કેસની તારીખો ભરવા માટે આવીએ છીએ. સમન્સ અને એરેસ્ટ વોરંટ નીકળે છે. વોટ બેંકની રાજનીતિ માટે દરેક સમાજનો દરેક વ્યક્તિનો અને ધર્મનો ઉપયોગ કરી પોતે જીતી જાય એ પછી જે કમિટમેન્ટ આપ્યું હોય છે એ ફોક હોય છે.
સરકારને જણાવ્યું હતું કે તમે ભલે અમારી એકતા તોડવામાં સફળ થયા હશો પરંતું અમે ફરી એક થઈને તમારી સામે બંડ પોકારીશું અને તમને રાજકીય ભાષામાં જવાબ આપીશું. ભાજપને જડબાતોડ જવાબ આપીશું અને જનતા પણ જવાબ આપશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.

ઉત્તરપ્રદેશની ઘટનાને વખોડી કાઢી
મહિલાઓની સુરક્ષા સામે સવાલો ઉઠી રહ્યા છે તે અંગે રેશ્મા પટેલે આક્ષેપ કરતાં જણાવ્યું હતું કે ક્યાંક ને ક્યાંક શાસન વ્યવસ્થા અને પ્રશાસન બંને સાથે મળીને દુષ્કર્મને પ્રભાવિત કરવાનું પોષણ આપવાનું દુષ્કાર્ય કરે છે તેમાં હું સંપૂર્ણ દોષ ભારતીય જનતા પાર્ટીને આપીશ. માત્ર ગુજરાતમાં નહીં યુપીમાં પણ આવા કેસો બન્યા છે જેનાથી આખો દેશ હચમચી ગયો છે. પ્રશાસન અને શાસન વ્યવસ્થા સાથે મળી પીડિતાના મૃત્યુ પછી તેના પરિવાર સાથે પણ અન્યાય થયો છે.

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/