ભાવનગર: ધો.10માં નબળી ગ્રાન્ટેડ શાળાઓ ત્રણ ગણી વધી

0
43
/

ભાવનગર: હાલ આ વર્ષે નવી શિક્ષણ નીતિ આવી તેમાં ક્રાંતિકારી ફેફારો સૂચવાયા છે પણ હાલમાં ત્વરિત ધોરણે એક ફેરફાર શિક્ષણ વિભાગે કરવો જરૂરી છે તે છે ધો.10ના બોર્ડના પરિણામ આધારિત શાળાની ગ્રાન્ટ કાપવાનો અવ્યવહારૂ નિયમ. આ નિયમ મુજબ જો શાળાનું ધો.10માં પરીક્ષામાં પરિણામ સતત ત્રણ વર્ષ 30 ટકાથી ઓછું આવે તો તેને આખું વર્ષ એક રૂપિયો પણ ગ્રાન્ટ મળવાપાત્ર રહેતી નથી. જો કે સરકારે આ અંગે હકારાત્મક વલણ અપનાવી પુન: વિચારણા કરવા જણાવ્યું હતુ પણ હજુ પરિણામ આધારિત ગ્રાન્ટના આ નિયમમાં કોઇ ફેરફાર કરાયો નથી.

શિક્ષણ વિભાગ દ્વારા આ નિયમના અમલીકરણ બાદ ખાસ તો જે શાળામાં નબળા વિદ્યાર્થી ” હોય તેની ચિંતા વધી ગઇ છે. કારણ કે આજે જે નવી સેલ્ફ ફાયનાન્સ શાળાઓ શરૂ થાય છે તે તો ભણવામાં નબળા કે આર્થિ‌ક રીતે નબળા વિદ્યાર્થીને પ્રવેશ આપતી નથી. ત્યારે ગરીબ વર્ગના વિદ્યાર્થીઓ જ્યાં ભણવા જાય છે તે સરકારી શાળાઓ અને નબળી ગ્રાન્ટેડ શાળાઓમાં જો પરિણામ ખરાબ આવે કે તરત જ તેની ગ્રાન્ટ પર તવાઇ આવે છે.

એક તરફ સરકાર ફરજિયાત શિક્ષણની વાતો કરે છે ત્યારે સમાજના નબળા વર્ગના બાળકો જ્યાં ભણે છે તે શાળાઓની જ ગ્રાન્ટ કાપની વખત આવે તેવી આ નીતિ છે. જો શાળાનું ધો.10નું પરિણામ સતત 3 વર્ષ 50 ટકાથી ઓછું આવે તો કુલ ગ્રાન્ટના 50 ટકા રકમ જ મળે છે. 30 ટકાથી ઓછું પરિણામ આવે તો ગ્રાન્ટનો એક રૂપિયો પણ મળતો નથી. 75 ટકા પરિણામે જ 100 ટકા ગ્રાન્ટ મળે છે.  ઘણી વખત વિદ્યાર્થીઓ અને તેના વાલીઓ પણ શાળા જેટલા દોષિત હોય છે. કારણ કે નબળા વર્ગના બાળકોને શાળાના સમય બાદ મજૂરી જેવા કામકાજ પણ કરાવતા હોય છે.

(રિપોર્ટ : રાધેશ બુધ્ધભટ્ટી)

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/