મોરબી SBI ની મુખ્ય બ્રાંચમાં ૧૪ કર્મચારીઓ કોરોના સંક્રમિત થતા બેંક બંધ કરવી પડી !!

0
109
/

તાજેતરમા  મોરબી શહેર અને જીલ્લામાં કોરોના કહેર સતત વધી રહ્યો છે આરોગ્ય વિભાગ ગમે તેવું રૂપાળું ચિત્ર બતાવવા પ્રયાસ કરે પરંતુ હકીકત એ છે કે કહેર સતત વધી રહ્યો છે અને કેસોની સંખ્યામાં પણ સતત વધારો થઇ રહ્યો છે જેમાં મોરબી SBI બેંકની મુખ્ય બ્રાંચ એવી પરાબજાર શાખામાં એક સાથે ૧૪ કર્મચારીઓ કોરોના સંક્રમિત થતા બેંક બંધ કરી દેવામાં આવી છે

મોરબી એસબીઆઈ બેંકની પરાબજાર શાખામાં ફરજ બજાવતા ૧૪ કર્મચારીઓ કોરોના સંક્રમિત થયાની માહિતી પ્રાપ્ત થઇ છે બેંકમાં કામ કરતા ૧૪ કર્મચારી અને એક કર્મચારીના પરિવારનો સદસ્ય એમ ૧૫ લોકો કોરોના સંક્રમિત થયા છે જેના પગલે સોમવારથી જ એસબીઆઈ બેંકને બંધ કરી દેવામાં આવી હતી તેમજ ઉપરથી આદેશ ના મળે ત્યાં સુધી બેંક બંધ રહેશે તેવું પણ બેંક ખાતે પોસ્ટર લગાવી સુચના આપવામાં આવી છે તે ઉપરાંત કોરોના સંક્રમિત સ્ટાફ પૈકી મોટાભાગનો સ્ટાફ કરન્સી વિભાગ સાથે સંકળાયેલ હોવાથી ગ્રાહકો જે છેલ્લા સમયમાં વ્યવહાર કર્યા હોય તેમજ ચલણી નોટો પણ ફરતી થઇ હોય જેથી નાગરિકો પણ નોટો ગણ્યા બાદ હાથ સેનેટાઈઝ કરવાની તકેદારી દાખવે તેવું બેંક અધિકારીએ જણાવેલ હતું

(રિપોર્ટ : રાધેશ બુધ્ધભટ્ટી)

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/