ટંકારા તાલુકાના 20 ગામના 303 ખેડૂતોને ગત વર્ષની બાકી કૃષિ સહાય ચુકવવા માંગ કોંગ્રેસ પ્રમુખ ભુપેન્દ્ર ગોધાણી

0
65
/

[પ્રતીક આચાર્ય] ટંકારા: 20 ગામના 303 ખેડૂતો ગત વર્ષની કૃષિ સહાયથી વંચિત હોય જેથી રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોની બાકી રહેતી 16 લાખ જેટલી રકમ ફાળવવા ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીને ટંકારા તાલુકા કોંગ્રેસ પ્રમુખ શ્રી ભુપેન્દ્ર ડી. ગોધાણી દ્વારા રજૂઆત કરવામાં આવી હતી….

ગત વર્ષે ટંકરા તાલુકા વિસ્તારમાં પડેલ અનરાધાર વરસાદના કારણે જમીન ધોવાણથી લઇ ખેડૂતોનો તૈયાર થયેલ પાક બગડી ગયા બાદ રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોને સીધા બેંક ખાતામાં કૃષિ સહાય અંતર્ગત રાહત પેકેજની ફાળવણી કરવામાં આવી હતી જેમાં અપૂરતી ગ્રાન્ટને કારણે 154 ખેડૂતો અને ડોક્યુમેન્ટ વેરિફિકેશનને કારણે 149 જેટલા ખેડૂતોને આ રાહત પેકેજ યોજનાનો લાભ એક વર્ષ થઇ ગયા છતાં ન મળતા ટંકરા તાલુકાના 20 ગામના 303 ખેડૂતો આજે પણ આ સહાય પેકેજથી વંચિત છે.

જે બાબતે ટંકારા તાલુકા કોંગ્રેસ પ્રમુખ ભુપેન્દ્ર ગોધાણીએ જિલ્લા ખેતીવાડી અધિકારી સાથે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે કચેરી દ્વારા 154 જેટલા બાકી લાભાર્થીના રૂ.15,62,602 ની રકમ રિ-ગ્રાન્ટ માટે સરકારમાં માગણી કરવામાં આવી છે પરંતુ હજુ સુધી આ રકમ જમા ન થતા 154 ખેડૂતોને સહાયથી વંચિત રહેવું પડ્યું છે જ્યારે બીજા 149 જેટલા ખેડૂતોના ડોક્યુમેન્ટ વેરિફિકેશન બાકી છે જેના માટે રાજ્ય સરકારે લેખીલ પત્ર વ્યવહાર કરી તાકીદે ખૂટતી રકમ જમા કરાવવા વિનંતી કરવામાં આવી છે. અત્રે ઉલ્લેખનીય છે કે આ વર્ષે પણ ટંકારા તાલુકામાં વધુ પડતાં વરસાદથી ખેડૂતોને ભારે નુકસાન થયું છે અને સરકારે આ વર્ષે પણ કૃષિ સહાયની જાહેરાત કરી છે ત્યારે અગાઉ જાહેર કરેલ રાહત પેકેજ હેઠળ ટંકારા તાલુકાના 303 જેટલા ખેડૂતો એક વર્ષથી પોતાના હકના પૈસા માટે કચેરીઓના ધક્કા ખાઈ રહ્યા છે. જેમને તાત્કાલિક ન્યાય મળે અને તેમની ચુકવવાની થતી સહાયની રકમ તેમને તાત્કાલિક આપવામાં આવે તેવી રજૂઆત ટંકારા તાલુકા કોંગ્રેસ પ્રમુખ ભુપેન્દ્ર ડી. ગોધાણી દ્વારા ગુજરાત રાજ્યના મુખ્યમંત્રીને રજૂઆત કરવામાં આવી હતી

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/