ચાઇના સામે વિશ્વની નારાજગીનો મોરબી સીરામીક ઉદ્યોગને સીધો ફાયદો : રોજગારી અને વિદેશી હૂંડિયામણમાં પણ થશે વધારો
પ્રત્યેક કંપની રૂપિયા ૫૦થી ૧૦૦ કરોડ સુધીના આધુનિક ટેકનોલોજીના પ્લાન્ટ સાથે કરશે પ્રોડકશન
મોરબી : તાજેતરમા કોરોના બાદ સિરામિક ટાઇલ્સ સેગમેન્ટમાં ચાઇનાના અર્થતંત્રને કમરતોડ ફટકો ફટકો પડયો છે તો બીજી તરફ વૈશ્વિક નંબર વન સિરામિક હબ બનવા તરફ જેટ ગતિએ આગળ વધી રહેલા મોરબી સિરામિક ક્લસ્ટર માટે કોરોના વાયરસે સોનાનો સૂરજ ઉગાડ્યો છે અને તેથી જ ટૂંક સમયમાં મોરબી નજીક એક, બે નહિ પરંતુ ૩૦થી ૪૦ નવા આધુનિક પ્લાન્ટ્સ સ્થપાઈ રહ્યા છે અને હાલ પુરજોશમાં તૈયારીનો ધમધમાટ ચાલી રહ્યો છે.
મોરબી સિરામિક ક્લસ્ટરમાં હાલના સમયમાં ૭૦૦થી વધુ જુદી – જુદી કંપનીઓ ગ્લેઝડ, જીવીટી, પીજીવીટી, સ્લેબ ટાઇલ્સ અને અન્ય સેનેટરીવેર્સ પ્રોડક્ટ બનાવી રહી છે અને દેશ – વિદેશમાં ટાઇલ્સ, સેનેટરીવેર પ્રોડક્ટના વેચાણ થકી વાર્ષિક ૪૫ હજાર કરોડના ટર્નઓવર સાથેના બિઝનેશ થકી કેન્દ્ર અને રાજ્ય સરકારને કરોડો રૂપિયા હૂંડિયામણ કમાવી આપે છે.
ખાસ કરીને છે બેથી ત્રણ વર્ષ દરમિયાન મોરબીના સિરામિક ઉદ્યોગની જાણે માઠી દશા બેઠી હોય તેવી સ્થિતિ વચ્ચે નોટબંધી અને જીએસટી બાદ તો લિકવિડીટી પ્રોબ્લેમ્સને કારણે ફક્ત ૨૫ ટકા જેટલા ઉદ્યોગો જ પોતાની ક્ષમતા મુજબ પ્રોડકશન યુનિટ ચાલુ રાખી સિરામિક હબ મોરબીનું અસ્તિત્વ જાળવી રાખ્યું હતું, બીજી તરફ કોરોના મહામારી આવતા જ સિરામિક ઇન્ડસ્ટ્રીઝમાં શ્રમિકોનું પલાયન શરૂ થતાં સિરામિક ક્લસ્ટરમાં રીતસરનો હડકંપ પણ મચી ગયો હતો.

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide


















