મોરબીના કાલિકા પ્લોટ શેરી નં. 3માં ચૂંટણી બહિષ્કારના લોકો દ્વારા બેનેરો લાગ્યા

0
112
/
ગટર, રોડ અને લાઈટ સહિતની પ્રાથમીક સુવિધાના પ્રશ્ને સ્થાનિકોએ ચૂંટણીનો બેહિષ્કાર કરવાનો નિર્ણય પણ જાહેર કર્યો

મોરબી : હાલ મોરબી-માળીયા વિધાનસભા બેઠકની પેટા ચૂંટણીને હવે ગણતરીના દિવસોની વાર છે. ત્યારે મોરબીના એક વિસ્તારમાં પ્રાથમિક સુવિધાના મુદ્દે ચૂંટણીના બહિષ્કારનો સુર ઉઠ્યો છે. જેમાં કાલિકા પ્લોટ શેરી નંબર 3 માં ચૂંટણીના બહિષ્કારના બેનેરો લાગ્યા છે.

મોરબીના કાલિકા પ્લોટ શેરી નંબર-3 માં મીઠાના ડેલા પાસે રોડ ઉપર પેટા ચૂંટણીનો બહિષ્કાર કરવાના બેનેરો લાગ્યા છે. આ વિસ્તારમાં લોકોએ રોષ સાથે જણાવ્યું હતું કે, તેમના વિસ્તારમાં સારા રસ્તાની સુવિધા મળી નથી. તેમજ ગટરો સતત ગંદકી ઓકી રહી છે. અને સ્ટ્રીટ લાઈટના ધાંધિયા છે. આ સમસ્યાઓનો કોઈ ઉકેલ જ ન આવતા અંતે નેતાઓને બોધપાઠ આપવા માટે આગામી પેટા ચૂંટણીના બહિષ્કાર કરવાનો નિર્ણય જાહેર કરેલ છે.

(રિપોર્ટ : રાધેશ બુધ્ધભટ્ટી)

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/