મોરબી : હાલ આજે નવા વર્ષના પ્રથમ દિવસે સમાજને પ્રેરણાદાયી કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. સામાન્ય રીતે, બાળકો માતા-પિતા પાસે અવનવી વસ્તુઓ લેવાની જીદ કરતા હોય છે. અથવા વાલીઓ પાસે પોકેટ મની માંગતા હોય છે કે જેથી પોતાને ગમતી વસ્તુઓ ખરીદી શકાય. પરંતુ બાળકોને અચાનક અન્ય વ્યક્તિનું રોકડ રકમ ભરેલું પાકીટ મળે ત્યારે લાલચ થાય તેવી શક્યતા છે. પરંતુ આજે મોરબીના બે બાળકોએ પોતાને રસ્તા પરથી મળેલું પાકીટ પરત કરી પ્રામાણિકતા દાખવી છે. તેમજ પરિવારે આપેલા સંસ્કારોને દિપાવ્યા છે.
મોરબીમાં રહેતા બુડાસણા દીપ તથા તેના મિત્ર શ્યામ ભાડજાને આજે સવારે રવાપર રોડ પર નરસંગ ટેકરી મંદિર પાસેથી એક જેન્ટ્સ પાકીટ મળી આવ્યું હતું. આ પાકીટમાં આશરે રૂ. 9,500 જેટલી રોકડ રકમ હતી. પાકીટમાં કોઈ ડોક્યુમેન્ટ નહતા. માત્ર રોકડ અને મૂળ માલિકનો પાસપોર્ટ સાઇઝનો ફોટો હતો. તેઓ ધારે તો પૈસા વાપરી શકતા હતા. અને આ વાતની જાણ કોઈને પણ ન થઇ હોત. પરંતુ દીપ તથા શ્યામએ પૈસા વાપરવાને બદલે ઈમાનદારી દાખવી પાકીટ મૂળ માલિક સુધી પહોંચાડવાનું નક્કી કર્યું.
આથી, દીપ તથા શ્યામ તરત જ આ રીતે પાકીટ અંગે પોસ્ટ કર્યાના એક કલાકમાં જ પાકીટના મૂળ માલિક સવજીભાઈ ભૂતે બાળકોનો સંપર્ક સાધ્યો હતો. અને તેમના વતી મિત ભૂત પાકીટ લેવા આવ્યા હતા. ઉલ્લેખનીય છે કે બંને બાળકો હજુ સ્કૂલમાં અભ્યાસ કરે છે. બાળકોએ પૈસાની લાલચમાં આવ્યા વિના પ્રામાણિકતા દાખવીને ઈમાનદારીનું ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડેલ છે.
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia/
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide