મોરબીમાં થર્ટી ફસ્ટની રાત્રીના એસપી સહિતના અધિકારીઓ દ્વારા સઘન ચેકિંગ કરાયું

0
127
/

SP એસ આર ઓડેદરા, એલસીબી એસઓજી ટિમો દ્વારા મોરબી માં જુદા જુદા પોલીસ દ્વારા ચેકિંગ હાથ ધરી કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી

મોરબી : હાલ મોરબી એસપી એસ. આર. ઓડેદરા દ્વારા આજે 31 ડિસેમ્બરના રોજ સઘન પેટ્રોલિંગના આદેશ કરવામાં આવ્યા હતા. જેમાં મોરબી માળીયા વાંકાનેર ટંકારા હળવદ સહિતના વિસ્તારોમાં સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું.

જેમાં મોરબી એસપી એસ આર ઓડેદરા, એલસીબી પીએસઆઇ એન બી ડાભી, એસઓજી પીઆઈ જે એમ આલ, એ ડીવીઝન પીએસઆઇ વી આર શુક્લ સહિતના પોલીસકર્મીઓની ટિમ મોડી સાંજથી સઘન પેટ્રોલીગ હાથ ધર્યું હતું જેમાં મોરબી માળીયા હળવદ વાંકાનેર મળી કુલ 300થી વધુ પોલીસ કર્મીઓનોને બંદોબસ્ત આપવામાં આવ્યો હતો. જેમાં ડ્રન્ક એન્ડ ડ્રાંઈવની આ ખાસ પહેલમાં તમામ નાના મોટા વાહનોને ચેક કરવામાં આવ્યા હતા અને કોઈ અનિચ્છનીય બનાવ ન બને એ હેતુથી ખાસ ચેકિંગ હાથ ધરવામાં આવેલ હતું.

(રિપોર્ટ: રાધેશ બુધ્ધભટ્ટી)

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/