મોરબી: હાલ ગુજરાત રાજ્યના નાયબ મુખ્યમંત્રી અને નાણામંત્રી નિતિનભાઇ પટેલની અધ્યક્ષતામાં તથા ઉર્જામંત્રી સૌરભભાઇ પટેલની હાજરીમાં
“ ગુજરાત ઉર્જા સંયુક્ત સંકલન સમિતિ પ્રમુખો ગોરધનભાઇ ઝડફીયા, ભરતભાઇ પંડયા, ભરતભાઇ ડાંગર, ઉર્જા વિભાગના અધિક મુખ્ય સચિવ શ્રીમતી સુનૈના તોમર, જીયુવીએનએલ મેનેજીંગ ડાયરેકટર શાહમીના હુશેન, મુનશી, રાય સર્વેની તથા તમામ યુનિયનો/ એસોસીએશનના હોદ્દેદારોની હાજરીમાં ખુબજ સુલેહભર્યા વાતાવરણમાં નિખાલસતાથી ચર્ચા વિચારણા મિટીંગ મળી હતી. આ મિટિંગને અંતે વિજકર્મી યુનિયનોની તમામ માંગણીઓનો સ્વીકાર થતા હાલ ચાલી રહેલી હડતાળ સમેટાઈ છે અને આવનારા દિવસોમાં તમામ વિજકર્મીઓનો એકસાથે માસ સી.એલ. પર જવાનો કાર્યક્રમ પણ રદ પણ કરેલ છે.
જીયુવીએનએલના તમામ વિજકર્મચારીઓ, અધિકારીઓ, ઈજનેરોની લાગણી અને માગણીઓના અનુસંધાને તારીખ ૦૧/૦૧/૨૦૨૧થી ( છઠ્ઠા પગારના ભથ્થાઓ મુજબ) સાતમા પગાર પંચના બેઝિક પર તમામ ભથ્થાઓ ૦.૮ના ગુણાંકથી ચુકવવા ઉપરોક્ત બેઠકમાં મંજુરી આપેલ છે. સાથોસાથ તારીખ ૦૧/૦૧/૨૦૧૬થી અસરથી ચડતર ભથ્થાઓનું એરીયર્સ દસ હપ્તામાં ચુકવણુ કરવામાં આવશે. જેનો સરકારે વિશ્વાસ આપતા તમામ વિજકર્મીઓએ સરકારનો આભાર વ્યક્ત કર્યો છે. સુધારેલ પરીપત્ર વહેલી તકે ઉર્જા ખાતા દ્વારા બહાર પણ પાડવામાં આવશે.
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia/
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide