હળવદ : આશા બહેનો દ્વારા વિવિધ માંગણીઓને લઈને મામલતદારને આવેદનપત્ર અપાયું

0
52
/
હળવદ મામલતદાર અને તાલુકા હેલ્થ ઓફિસરને આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી

હળવદ : તાજેતરમા હળવદ શહેર અને તાલુકાની આશા બહેનોએ પોતાની વિવિધ માંગણીઓને લઈ હળવદ મામલતદાર અને તાલુકા હેલ્થ ઓફિસરને આવેદનપત્ર આપી 31 જાન્યુઆરી સુધીમાં તેઓની માંગ સંતોષવામાં નહીં આવે તો હડતાલ ઉપર ઉતરી જવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે. આશા બહેનોએ પગાર વધારો અને ઈન્સેન્ટીવ પ્રથા બંધ કરી કાયમી કરવા માટે રજૂઆતમાં જણાવ્યું છે.

આરોગ્ય અને તબીબી સેવાઓ માટે શહેરી વિસ્તાર તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં ઘરે-ઘરે જઈ આશા બહેનો અને ફેસીલીટેટર બહેનો દ્વારા લોકોમાં આરોગ્ય પ્રત્યે જાગૃતિ આવે તેમજ વિવિધ આરોગ્યલક્ષી કામગીરી કરવામાં આવતી હોય છે. આશા બહેનોને હાલ ૨૦૦૦થી ૩૦૦૦ સુધીનુ ઈન્સેન્ટીવ આપવામાં આવે છે. જેથી, હાલની આ કાળઝાળ મોંઘવારીમાં આશા બહેનોને હાલ જે મહેનતાણું મળી રહ્યુ છે. તેમાં તેઓનું ઘર ચલાવવું અશક્ય હોય. જેથી, ફિક્સ પગાર આપવામાં આવે અને કાયમી કરવામાં આવે તેવી માંગ સાથે હળવદ મામલતદાર અને તાલુકા હેલ્થ ઓફિસરને લેખિતમાં રજૂઆત કરવામાં આવી હતી. સાથે ચિમકી પણ ઉચ્ચારવામાં આવી છે કે ૩૧ જાન્યુઆરી સુધીમાં માંગ સંતોષવામાં નહીં આવે તો હડતાલ ઉપર ઉતરીશું અને કોરોનાની વેક્સીન પણ ન લેવાની ચીમકી પણ ઉચ્ચારી છે.

શું કહે છે તાલુકા હેલ્થ ઓફિસર?

આ અંગે હળવદ તાલુકા હેલ્થ ઓફિસર ડો. ભાવીનભાઈ ભટ્ટીએ જણાવ્યું હતું કે હાલ હળવદમા ૧૬૩ આશા બહેનો છે અને ૧૨ આશા ફેસિલિટેટર છે. જેમાંથી કેટલીક આશા બહેનો દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું છે. તેમજ ઉપરી અધિકારીને મોકલી આપવામાં આવ્યું છે.

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/