મોરબીમાં વહીવટી તંત્ર અને શિક્ષણ વિભાગ દ્વારા રક્તદાન કેમ્પ યોજાઈ ગયો

0
31
/
અણયાળી શાળાના પ્રિન્સિપાલ મનુભાઈ જાકાસણીયાએ 57મી વાર ઉત્સાહભેર રક્તદાન કર્યું

મોરબી : તાજેતરમા મોરબી જિલ્લામાં વહીવટી તંત્ર અને શિક્ષણ વિભાગ અને તમામ શૈક્ષણીક સંઘ દ્વારા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોરબીના કન્યા પટેલ છાત્રાલય ખાતે રક્તદાન કેમ્પ યોજાયો હતો. જેમાં અણયાળી શાળાના પ્રિન્સિપાલ મનુભાઈ જાકાસણીયાએ 57 મી વખત ઉત્સાહભેર રક્તદાન કરીને અન્યોને રક્તદાન કરવા પ્રેરણાબળ પૂરું પાડ્યું હતું.

હાલ મોરબી જિલ્લામાં વહીવટી તંત્ર અને શિક્ષણ વિભાગ અને તમામ શૈક્ષણીક સંઘ દ્વારા છેલ્લા ત્રણ દિવસથી રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવે છે. જેમાં હળવદ અને ટંકારા ખાતે રક્તદાન કેમ્પ યોજાયા બાદ આજે મોરબીના આર.ઓ. પટેલ કન્યા છાત્રાલય ખાતે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રક્તદાન કેમ્પમાં જિલ્લા વિકાસ અધિકારી પરાગ ભગદેવ, ડીઇઓ બી.એમ.સોલંકી સહિતના અધિકારીઓ હાજર રહીને રક્તદાતાઓનો ઉત્સાહ વધાર્યો હતો. આ રક્તદાન કેમ્પ બપોર સુધી ચાલશે. હાલ શિક્ષકો સહિતનાઓ ઉત્સાહભેર રક્તદાન કરી રહ્યા છે. જ્યારે અણયાળી શાળાના પ્રિન્સિપાલ મનુભાઈ જાકાસણીયાએ 57મી વખત રક્તદાન કરીને અન્ય લોકોને રક્તદાન કરવા ઉત્સાહિત પણ કર્યા હતા.

(રિપોર્ટ: રાધેશ બુધ્ધભટ્ટી)

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/