મોરબી નજીક બાઈક ખાડામાં ખાબકતા બાઈકસવાર આધેડનું મૃત્યુ

0
101
/

મોરબી : તાજેતરમા મોરબી નજીક બાઈક ખાડામાં ખાબકતા બાઈકસવાર આધેડને ગંભીર ઇજા થવાથી તેમનું મોત નીપજ્યું હતું.

આ બનાવની મોરબી એ ડિવિજન પોલીસ સ્ટેશનેથી પ્રાપ્ત વિગતો અનુસાર મોરબીના નાની વાવડી ગામે આવેલ બાલા હનુમાન સોસાયટીમાં રહેતા વેપારી માવજીભાઈ છગનભાઇ કૈલા (ઉ.વ. 59) નામના આધેડ ગત તા. 18 ના રોજ પોતાનું જી.જે.36 ડી.2447 નંબરનું મોટર સાયકલ લઈને મોરબી કંડલા બાયપાસ ભગવતી હોલ પાસે રોડ ઉપર પસાર થઈ રહ્યા હતા. ત્યારે રોડની સાઈડમાં રહેલા ખાડામાં તેઓ બાઈક સહિત પડી જતા તેમને ગંભીર ઇજા થવાથી તેમનું મોત નીપજ્યું હતું. આ બનાવ અંગે પોલીસે ફરિયાદ નોંધીને તપાસ હાથ ધરી છે. જો કે આ બનાવમાં જીવલેણ ખાડાએ આધેડનો ભોગ લેતા રોષ પણ વ્યાપી ગયો છે.

(રિપોર્ટ: રાધેશ બુધ્ધભટ્ટી)

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/