દારૂ ભરેલી પલ્ટી મારી ગયેલી કાર પોલીસકર્મીની હોવાનું અનુમાન : કાર પલ્ટી ગયા બાદ સ્થળ પર એકઠા થયેલા લોકો પર રોફ જમાવી અન્ય કારમાં દારૂ સગેવગે કરી પોલીસ સાથે પણ ગેરવર્તન કર્યું : અંતે મોરબી પોલીસે કાયદાનું ભાન કરાવી ગુન્હો નોંધવા તજવીજ પણ હાથ ધરી
મોરબી : તાજેતરમા મોરબીના જાંબુડિયા ગામ પાસેના ઓવરબ્રિજ ઉપર આજે વહેલી સવારે એક દારૂ ભરેલી સ્કોર્પિયો કાર પલ્ટી મારી ગઈ હતી. આથી, કારમાંથી દારૂ રેલમછેલ થયો હતો. જો કે દારૂ ભરેલી કાર પલ્ટી મારી ગયા બાદ દારૂને બીજી ગાડીમાં સગેવગે કરવા અને સમગ્ર ઘટના પર ઢાંકપીછાળો કરવા કાર ચાલકે સ્થળ પર એકઠા થયેલા લોકો અને પોલીસ પર રોફ જમાવવાનો પ્રયાસ કર્યો હતો. જ્યારે દારૂ ભરેલી આ કાર પોલીસ કર્મચારીની હોવાની ચર્ચા વચ્ચે હાલ સ્થાનિક પોલીસે કારચાલકને અંતે કાયદાનું ભાન કરાવી તેની સામે ગુન્હો નોંધવા તજવીજ હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે.
આ બનાવની પ્રાપ્ત વિગતો મુજબ મોરબી વાંકાનેર હાઇવે પર આવેલ જાંબુડિયા ઓવરબ્રિજ ઉપર આજે વહેલી સવારે એક સ્કોર્પિયો કાર પલ્ટી મારી ગઈ હતી. આ કારમાં દારૂ ભરેલો હોવાથી કાર પલ્ટી જતા દારૂ તેમાંથી રોડ ઉપર ઢોળાયો હતો. આ સમગ્ર ઘટના પર ઢાંકપીછોળો કરવા માટે દારૂના નશાના કારમાં સવાર લોકોએ બીજી ઇકો ગાડીમાં દારૂ ભરી સગેવગે કરવાના પ્રયાસો કર્યા હતા. અને આ સમયે સ્થળ પર એકઠા થયેલા લોકો પર કારમાં સવાર લોકોએ ભારે રોફ જમાવ્યો હતો અને સ્થળ પર આવેલી પોલીસ સાથે પણ માથાકૂટ કરી હતી. દારૂ ભરેલી કારનો ચાલક દ્વારા અણછાજતું વર્તન કરીને તેમજ રોફ જમાવીને રોડ બ્લોક કરી દેતા ટ્રાફિકજામ પણ થયો હતો.
આ દારૂ ભરેલી કાર રાજકોટના કોઈ પોલીસકર્મીની હોવાનું ચર્ચાઈ રહ્યું છે. ત્યારે હાલ તો મોરબીની સ્થાનિક પોલીસે રોફ જમાવનાર કાર ચાલકને કાયદાનું ભાન કરાવી તેની સામે ગુન્હો નોંધવાની પણ તજવીજ હાથ ધરી હોવાનું પણ જાણવા મળ્યું છે.
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia/
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide