મોરબીના જુના સાદુંળકા ગામે દીપડા જેવા પ્રાણીના નિશાન દેખાયા

0
114
/
વન વિભાગની પ્રાથમિક તપાસમાં જોવા મળેલા નિશાન દીપડા નહિ પણ જરખ કે કૂતરા ના હોવાનું અનુમાન : આર.એફ.ઓ.

મોરબી : તાજેતરમા મોરબીના જુના સાદુંળકા ગામે દીપડા જેવું પ્રાણી દેખાયું હોવાની વાતથી વનવિભાગમાં દોડધામ મચી ગઇ છે. વનવિભાગે જુના સાદુંળકા ગામે દોડી જઈને તપાસ હાથ ધરી છે. જો કે પ્રાથમિક તપાસમાં ઘટનાસ્થળે જોવા મળેલા નિશાન દીપડાના નહીં પણ જરખ કે મોટા કૂતરાના હોવાનું આર.એ.ઓ.એ અનુમાન દશાવીને આ અંગેની તપાસ જારી રાખી છે.

મોરબીના જુના સાદુંળકા ગામે ગઈકાલે સાંજના સમયે દીપડા જેવું પ્રાણી દેખાયું હોવાની વનવિભાગને જાણ કરવામાં આવી હતી. આથી વનવિભાગે જુના સાદુંળકા ગામે દોડી જઇ ખરેખર આ પ્રાણી દીપડો છે કે કેમ તે અંગે સઘન તપાસ હાથ ધરી છે. આ બાબતે મોરબી આર.એફ.ઓ.મકવાણાએ જણાવ્યું હતું કે, ગામમાં જે પ્રાણીના નિશાન જોવા મળ્યા હતા તેની તપાસ કરતા આ નિશાન દીપડાના નથી, જો દીપડાના નિશાન હોય તો આગળ ટપકું હોય નખ આગળ દેખાઈ નહિ, એટલે આ નિશાન જરખ અથવા મોટા કૂતરાના હોવાની શક્યતા છે.એટલે હાલની તપાસમાં દીપડો નહિ પણ જરખ કે કૂતરાના નિશાન દેખાઈ છે. આમ છતાં પણ વનવિભાગની ટીમ તપાસ પણ કરી રહી છે.

(રિપોર્ટ: રાધેશ બુધ્ધભટ્ટી)

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/