મોરબી : હાલ રાજ્ય સરકાર દ્વારા લેવાયેલ નવી GIDC સ્થાપવાનો નિર્ણય મોરબીના વિકાસ માટે ખરેખર આવકારદાયક છે એવી લાગણી ઓરેવા ગ્રુપના જયસુખભાઇએ વ્યક્ત કરી છે.
મોરબીના વિકાસ માટે જયસુખભાઇ લાંબા સમયથી સામૂહક રજૂઆત અને પ્રયત્નો કરી રહ્યા છે. કોરોના મહામારીના કપરા સમયમાં પણ મોરબીના ઉદ્યોગો ટકી રહે તદુપરાંત મોરબીમાં લોકોની રોજગારી જળવાઈ રહે તેવા અનેક નિરંતર સામુહિક પ્રયાસો અને રજુઆતો જયસુખભાઇએ કરેલ હતી. મોરબી સિરામિક હબ અને કલોક હબની સાથે સાથે હજુ પણ વધુને વધુ ઊંચાઈઓ સર કરે તેવા વિચારો સાથે જયસુખભાઇ કામ કરી રહ્યા છે. ત્યારે મોરબીને GIDC ફાળવવા બદલ જયસુખભાઇ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનો આભાર વ્યક્ત કરેલ છે. તદુપરાંત ઉદ્યોગનગરી મોરબીની દરેક પાયાની જરૂરિયાત માટે ભવિષ્યમાં પણ ચોક્કસ સહકાર આપશે એવી અપેક્ષા રાખેલ છે. તેમ યાદીમાં પણ જણાવાયું છે.
(રિપોર્ટ : રાધેશ બુધ્ધભટ્ટી)
શ્રી નારાયણ યાત્રા પ્રવાસ આયોજીત શ્રીમદ ભાગવત કથા નું આયોજન કરવામાં આવ્યું છે
જેની
કથા પ્રારંભ ૨૧-૧૨-૨૦૨૫, રવિવાર
તારીખઃ ૨૧-૧૨-૨૦૨૫ થી ૨૭-૧૨–૨૦૨૫
કથાની રકમ ૬૫૫૧
કથા સમય : સવારે...