બનાસકાંઠા : નિવૃત્ત આર્મી જવાનોને નિવૃત્તિ પછી જમીનો મળતી નથી !!

0
48
/

બનાસકાંઠા:  હાલ જિલ્લાના નિવૃત્ત આર્મી જવાનોએ પાલનપુર ખાતે પોતાની પડતર માંગણીઓનું સત્વરે નિરાકરણ લાવવાની માંગ સાથે પાલનપુર ખાતે જિલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું જેમાં સરકાર દ્રારા તેમની માંગો સ્વીકારવામાં નહિ આવે તો ગાંધી ચીંધ્યા માર્ગે આંદોલન પણ છેડવાની ચીમકી ઉચ્ચારમાં આવી છે.

દેશના સીમાડે રખેવાળી કરી ને ફરજમાંથી નિવૃત થયેલા ભારતીય આર્મીના નિવૃત જવાનો દ્રારા સરકાર સમક્ષ પોતાની પડતર માંગોને લઈ  અનેકવાર રજૂઆત કરવામાં આવી છે. પરંતુ સરકાર દ્રારા તેમની માંગણી સંતોષવામાં આવતી નથી. જેમાં નિવૃત આર્મીને જીવન ગુજારા માટે નિવૃત્તિ પછી ખેતી માટે જમીન આપવી ફરજ દરમ્યાન શહીદ થનાર જવાનના પરિવારને એક કરોડ ની સહાય કરવી તેમજ શહીદના પરિવારના સભ્યને નોકરી આપવી, સરકારી બેંકમાં કોન્ટ્રાક્ટ પદ્ધતિ બંધ કરવી, હથિયાર લાયસન્સ કાયમી કરવા સહિતની૧૪ જેટલી માંગણીઓને પાલનપુર ખાતે જિલ્લા કલેકટર કચેરીને આવેદનપત્ર પાઠવ્યું હતું. જેમાં સરકાર દ્વારા તેમની માંગો નું સત્વરે સમાધાન કરવામાં નહિ આવે તો આગામી સમયમાં ગાંધી ચીંધ્યા માર્ગે આંદોલન છેડવાની નિવૃત આર્મી જવાનોએ ચીમકી પણ ઉચ્ચારી હતી.

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/