માળિયા મીયાણા તાલુકા કોંગ્રેસના પુર્વ પ્રમુખનો ભાજપમાં પક્ષ પલ્ટો

0
133
/

માળીયા (મી.): તાજેતરમા સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓની તારીખો જાહેર થઈ ગઈ છે. મુખ્ય રાજકીય પક્ષો દ્વારા તાલુકા પંચાયત, જીલ્લા પંચાયતના ઉમેદવારો નક્કી કરવા સેન્સ લેવાઈ રહી છે. ત્યારે આયારામ ગયારામની પ્રવૃત્તિનો પણ પ્રારંભ થઇ ગયો છે. માળીયા તાલુકામાં પક્ષ પલ્ટાનો શરૂઆતી કિસ્સો સામે આવ્યો છે.ચૂંટણી જાહેર થતા જ અસંતુષ્ટ જૂથના સભ્યો અને આગેવાનોનો જે-તે પાર્ટી છોડી અન્ય પાર્ટીઓમાં જવાનો સિલસિલો શરૂ થતો હોય છે. છેલ્લા વર્ષોમાં પાર્ટી બદલવાની જાણે હોડ લાગી હોય તેવા વાતાવરણ વચ્ચે ચુંટણીઓ નજીક આવતા જ હવે નેતાઓ, ચુંટાયેલા પ્રતિનિધિઓ, કાર્યકરોમાં એક પાર્ટીથી બિજી પાર્ટીમાં જવાની રેસ વધુ તેજ બની છે.

માળિયા મીયાણા તાલુકાના કોંગ્રેસ પુર્વ પ્રમુખ અને ખાખરેચી જીલ્લા પંચાયત સીટના સદસ્ય સરોજબેન વિડજાના પતિ રમેશભાઈ વિડજાએ કોંગ્રેસ પાર્ટીમાંથી પોતાની નારાજગી વ્યક્ત કરી ભારતીય જનતા પાર્ટીનો ભગવો ધારણ કરવાનો નિર્ણય કરતા માળિયા મીયાણા તાલુકામાં રાજકીય ગતિવિધિઓ તેજ બનવાના એંધાણ અત્યારથી વર્તાઈ રહ્યાં છે.

માળિયા મીયાણા તાલુકાનું રાજકીય ગણિત જોઇયે તો ગત સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં ખાખરેચી અને સરવડ જીલ્લા પંચાયતની બંને બેઠકો કોંગ્રેસે અંકે કરી હતી. તાજેતરમાં પેટાચૂંટણી વખતે સરવડ બેઠકના ઉમેદવારે પક્ષ પલટો કરીને કોંગ્રેસ પાર્ટી સાથે રાજકીય નાતો તોડ્યો હતો. ત્યારબાદ ખાખરેચી બેઠકના ઉમેદવારના પતી અને માળિયા મીયાણા તાલુકા કોંગ્રેસના પુર્વ પ્રમુખે પાર્ટીથી નારાજગી વ્યક્ત કરી ભાજપ પાર્ટીમાં જોડાવાનો પણ નિર્ણય કર્યો છે.

તાલુકા પંચાયતની સ્થિતિ જોઇએ તો 16 બેઠકોમાંથી 10 બેઠક કોંગ્રેસના ફાળે ગઈ હતી. જ્યારે 6 બેઠકો પર ભાજપનો ભગવો લહેરાયો હતો. અઢી વર્ષ બાદ કોંગ્રેસના ભાવપર અને બગસરા બેઠકના ચુંટાયેલા પ્રતિનિધિઓએ પક્ષ પલટો કર્યો હતો. જ્યારે વેજલપર બેઠકના કોંગ્રેસ પાર્ટીના ચુંટાયેલા પ્રતિનિધિ ગેરહાજર રહેતાં ભાજપે કોંગ્રેસ પાસેથી તાલુકા પંચાયત અંકે કરવામાં સફળતા મેળવી હતી.

આમ વર્ષોથી માળિયા મીયાણા તાલુકો કોંગ્રેસનો ગઢ ગણાતો હોવા છતાં કોંગ્રેસના ધારાસભ્ય ઉમેદવાર બાદ બંને જીલ્લા પંચાયત અને ત્રણ તાલુકા પંચાયતના ચુંટાયેલા પ્રતિનિધિઓને કોંગ્રેસ પાર્ટીમાંથી ભાજપમાં ભેળવવામાં સફળતા પણ મળી હતી.

(રિપોર્ટ : રાધેશ બુધ્ધભટ્ટી)

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/