મોરબી: “આયાતી તથા 55 વર્ષથી વધુ વયના ઉમેદવારોને જાકારો” સૂત્રો સાથેના બેનેરો લાગ્યા

0
72
/

પાલિકાની ચૂંટણી માટે હજુ દાવેદારી નોંધાઇ હોય ત્યારે દરબારગઢ વિસ્તારમાં આવા બેનેરો લાગતા રાજકારણ પણ ગરમાયુ છે

મોરબી : હાલ મોરબી નગરપાલિકાની આગામી ચૂંટણી માટે હજુ રાજકીય પક્ષો દ્વારા સેન્સ લેવાય છે અને ઉમેદવારોએ હજુ દાવેદારી જ નોંધાવી છે.તેમજ ઉમેદવાર ફાઇનલ થયા નથી.ત્યારે મોરબીના દરબારગઢ વિસ્તારમાં આયાતી તથા 55 વર્ષથી વધુ વયના ઉમેદવારોને જાકારોના બેનેરો લાગ્યા છે આથી રાજકારણ ગરમાયુ છે.

મોરબી નગરપાલિકાની ચૂંટણી માટે જોરશોરથી તૈયારીઓ ચાલી રહી છે અને રાજકીય પક્ષો દ્વારા ઉમેદવારોની સેન્સ લેવાયા બાદ હજુ સુધી ઉમેદવારોને ફાઇનલ રીતે જાહેર કરવામાં આવ્યા નથી.ત્યારે મોરબીના વોર્ડ નંબર 5 માં આવેલ દરબારગઢ વિસ્તારમાં ઉમેદવારની પસંદગીના ધારા ધોરણ અંગે ઠેરઠેર બેનેરો લગાવવામાં આવ્યા છે. આ બેનરોમાં સ્પષ્ટ લખ્યું છે કે, “આવનારી નગરપાલિકાની ચૂંટણીમાં માત્ર સ્થાનિક ઉમેદવાર અને યુવાન ઉમેદવારને જ આવકાર અને આયાતી તથા 55 વર્ષથી વધુ વયના ઉમેદવારને જાકારો” સ્થાનિક રહેવાસીઓએ આ પ્રકારના લખાણ સાથે બેનરો લગાવતા સ્થાનિક રાજકારણમાં ગરમાવો આવી ગયો છે.આથી રાજકીય પક્ષોને તેમના ઉમેદવારોની પસંદગી માટે ખાસ કરીને સ્થાનિકોને લાગણી અને માંગણીઓ ધ્યાને લેવી પડે એવું ચિત્ર પણ ઉપસ્યું છે.

(રિપોર્ટ: રાધેશ બુધ્ધભટ્ટી)

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/