મોરબીમાં નિધિ સમર્પણ અભિયાનમાં આર્થિક યોગદાન કરતા રામભક્તો

0
36
/

મોરબી : રામજન્મભૂમિ અયોધ્યામાં રામમંદિર નિર્માણ માટે નિધી સમર્પણ અભિયાનમાં આર્થિક ફાળો આપી રામભક્તો પણ ઉત્સાહભેર જોડાઈ રહ્યા છે.

રામજન્મભૂમિ તીર્થ ક્ષેત્રના મોરબી જીલ્લા સંયોજક રામનારાયણભાઈ દવે પાસે સાવરીયા પરિવારના સજ્જને આવી પોતાના એક મહિનાનું વેતન રૂ. 7000 અર્પણ કરી જણાવ્યું હતું કે “રામમંદિર નિર્માણમાં મેં અને મારી પત્નીએ એક મહિનાનો પગાર અર્પણ કરવાનો સંકલ્પ કર્યો’તો. જો કે આ વખતે 4 દિવસની રજા પડતા પગાર ઓછો આવ્યો હતો. તો પણ બચતમાંથી આપીને પુરા 7000 રૂ.નું સમર્પણ કર્યુ છે.”તો વાઘપર ગામે રામરથના પ્રસ્થાન વખતે સેવાવસ્તીમાં વૃદ્ધાએ આનંદ સાથે ભાવવિભોર બની આંખમાં આંસુ સાથે સમર્પણ કરી રામમંદિર નિર્માણ બાદ રામના દર્શન કરવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. તેમજ માધાપરના ઝાંપા પાસે સાવરણા તથા સાવરણીનું વેચાણ કરી આજીવિકા મેળવતાં ભાઈએ સામેથી રામભક્તોને બોલાવી યથાશક્તિ આર્થિક સમર્પણ કરી રામમંદિર નિર્માણમાં નિમિત્ત બન્યાની ખુશી પણ વ્યક્ત કરી હતી.જયારે તૃષીલ અને દિવ્યરાજ ચાવડા નામના સામાન્ય પરિવારના બાળકોએ બચતબોક્સમાં એકઠા કરેલા રૂ. 2100 અર્પણ કરી ધન્ય ઘડીના સહભાગી બન્યા હતા. રવાપર રોડ પર હરીહરનગર-1 ના મહિલાઓ દ્વારા સંચાલિત ધુન-ભજન સત્સંગ મંડળે પણ રૂ. 11,000 ભગવાન શ્રીરામના મંદિર માટે અર્પણ કરી સત્સંગ સાર્થક થયાનું ગણાવ્યું હતું.

(રિપોર્ટ: રાધેશ બુધ્ધભટ્ટી)

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/