ટંકારા : હાલ ટંકારાના નસીતપર ગામે થોડા દિવસો પહેલા ગુમ થયેલી પરિણીતાએ મૈત્રીકરાર કરી લીધા હોવાનું સામે આવ્યું હતું. પોલીસની.તપાસ દરમિયાન આ પરિણીતા મૈત્રીકરાર કરનાર સાથે મળી આવ્યા બાદ તેણીએ પોલીસ સમક્ષ મૈત્રીકરાર કરનાર સાથે રહેવા માંગતી હોવાનું નિવેદન આપ્યું હતું.
આ બનાબની ટંકારા પોલીસ સ્ટેશનેથી પ્રાપ્ત વિગતો અનુસાર ટંકારાના નસીતપર ગામે રહેતી નયનાબેન મહેશભાઇ સૈજા (ઉ.વ.૪૧) નામની પરિણીતા ગત તા.૮ સવારના દસ વાગ્યના અરસામા ઘરેથી ગુમ થઈ ગઈ હતી. આ બનાવની ગુમસુદા નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી હતી. જેમાં પોલીસે સઘન તપાસ ચલાવતા મોરબીના શનાળા રોડ મોટેશ્વર મહાદેવ મંદિર પાછળ જોધાણીની વાડી વિસ્તાર દેવરામભાઇ વિરજીભાઇ ચાવડાના રહેણાંક મકાનેથી આ ગુમ થયેલી પરિણીતા મળી આવી હતી અને તેણીએ પોલીસ સમક્ષ પરિણીતાને દેવરામભાઇ વીરજીભાઇ ચાવડા જાતે સતવારા રહે.મોરબી વાળા સાથે મૈત્રી કરાર હોય અને તેની સાથે જ રહેવા માંગતા હોય તેવું નિવેદન પણ નોંધાવ્યું હતું.
(રિપોર્ટ : રાધેશ બુધ્ધભટ્ટી)
વિષયના અનુસંધાને આપ સાહેબશ્રીને જણાવવાનું કે કલેકટર સાહબેશ્રી ટીંબડીના સર્વે નં. ૬ માટે અમોએ કલકેટરમાં તા. ૨૬/૦૬/૨૦૨૫ ના રોજ પહેલી અરજી કરેલી છે. રેવન્યુ...
મોરબી : મોરબીમાં મહેન્દ્રનગર ચોકડીએ પાણી પ્રશ્ને થયેલ ચક્કાજામ અંદાજે દોઢેક કલાક ચાલ્યું હતું. ત્યારબાદ મહાપાલિકાના અધિકારીઓ દ્વારા લેખિત ખાતરી આપવામાં આવતા અંતે...
ટંકારા : ટંકારા તાલુકાના વિરવાવ ગામના મા આશાપુરા યુવક મંડળ દ્વારા માતાના મઢે જતાં ભક્તો અને પદયાત્રીઓની સુવિધા માટે વિશેષ 'પદયાત્રી સેવા કેમ્પ-વિરવાવ વાળા'નું...
ટંકારા : ટંકારામાં રાજ સિનેમા વાળુ બિલ્ડિંગ જર્જરિત હાલતમાં હોય ગત રાત્રીના પારાપેટ પડી ગઈ હતી. સદભાગ્યે આ ઘટનામાં કોઈ જાનહાની સર્જાઈ નથી.
ઉલ્લેખનીય છે...