મોરબી જિલ્લામાં દોડતા ઓવરલોડ ડમ્પરોનો પ્રશ્ન વિધાનસભામાં ગુંજ્યો !!

0
181
/

ચોટીલાના ધારાસભ્યે વિધાનસભામાં પ્રશ્ન ઉઠાવ્યો

મોરબી : હાલ મોરબી જિલ્લામાં ખનીજ ચોરી કરતા અને ઓવરલોડ ચાલતા ડમ્પરનો પ્રશ્ન વિધાનસભામાં ગાજ્યો છે. ચોટીલાના ધારાસભ્ય ઋત્વિક મકવાણાએ વર્ષ 2019 અને 2020માં સુરેન્દ્રનગર અને મોરબી જિલ્લામાં રેતી, માટી, કપચીમાં ઓવરલોડ ચાલતા કેટલા ડમ્પર સામે કાર્યવાહી કરી તેવો પ્રશ્ન ઉઠાવતા છેલ્લા બે વર્ષમાં મોરબી જિલ્લામાં આવા 240 વાહન સામે દંડનીય કાર્યવાહી કરી 28 લાખથી વધુનો દંડ ફટકારવામાં આવ્યો હોવાનું સત્તાવાર રીતે સરકારે જણાવ્યું છે.

સમગ્ર રાજ્યમાં ખનીજચોરીમાં મોરબી અને સુરેન્દ્રનગર જિલ્લો બદનામ છે. ત્યારે ચોટીલાના ધારાસભ્ય ઋત્વિક મકવાણાએ વિધાનસભામાં પ્રશ્ન ઉઠાવી છેલ્લા બે વર્ષમાં મોરબી અને સુરેન્દ્રનગર જિલ્લામાં રેતી, માટી, કપચીમાં ઓવરલોડ ચાલતા કેટલા ડમ્પર સામે કાર્યવાહી કરવામાં આવી તેનો જવાબ માંગતા સરકાર દ્વારા સત્તાવાર જવાબ આપવામાં આવ્યો છે જે અન્વયે 2019માં 113 વાહન વિરુદ્ધ કાર્યવાહી કરી રૂ.11,59,500 નો દંડ કરાયો હતો જયારે વર્ષ 2020માં 127 વાહન ઝડપી લઇ 16,95,200નો દંડ પણ ફટકારવામાં આવ્યો હોવાનું જણાવાયું છે.

(રિપોર્ટ: રાધેશ બુધ્ધભટ્ટી)

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/