બાળમજૂરી મામલે સીરામીક ફેકટરીના કોન્ટ્રાકટર વિરુદ્ધ ગુન્હો દાખલ કરાયો

0
179
/

ડયુરેઝા સિરામિક ફેકટરીના લેબર કોન્ટ્રાકટર વિરુદ્ધ બાળમજૂરી પ્રતિબંધ ધારા હેઠળ કાર્યવાહી

મોરબી : હાલ મોરબી – વાંકાનેર નેશનલ હાઇવે ઉપર રાણેકપર નજીક આવેલ ડયુરેઝા સિરામિક નામની ફેકટરીમાં અમદાવાદ, મોરબી ચાઈલ્ડ લાઈન ટીમ દ્વારા દરોડા પાડી બાળ મજૂરી કરાવવામાં આવતી હોવાનું ઝડપી લેવા પ્રકરણમાં વાંકાનેર સીટી પોલીસ મથકમાં કંપનીના કોન્ટ્રાકટર વિરુદ્ધ બાળમજૂરી પ્રતિબંધ કાયદા હેઠળ ફરિયાદ નોંધવામાં આવી છે.

મોરબી વાંકાનેર હાઇવે ઉપર રાણેકપર ગામ નજીક આવેલ ડયુરેઝા સિરામિક નામની ફેકટરીમાં બાળમજૂરોને કામે રાખી મજૂરી કરવામાં આવતી હોવાની બાતમી મળતા આજે અમદાવાદની બચપન બચાવો અને મોરબી ચાઈલ્ડલાઇન ટીમે દરોડો પાડયો હતો અને દરોડા દરમિયાન ડઝનથી વધુ બાળકો મજૂરી કરતા રંગે હાથ ઝડપાઇ ગયા હતા. પરંતુ કારખાનેદાર દ્વારા ચાઈલ્ડ લાઈન સ્ટાફ સાથે અણછાજતું વર્તન કરી બાળશ્રમિકોને ભગાડી દેવામાં આવ્યા હતા. આ બાબતે અમદાવાદ બચપણ બચાવો સંસ્થાના શીતલબેન સંજયભાઈ નામના સભ્ય દ્વારા વાંકાનેર સીટી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે ડ્યૂરેઝા સિરામિકના કોન્ટ્રાકટર બી.એમ.સિંઘ વિરુદ્ધ બાળ શ્રમિક પ્રતિબંધ કાયદાની કલમ 3એ, 14 મુજબ ગુન્હો પણ દાખલ કરાવ્યો છે.

(રિપોર્ટ: રાધેશ બુધ્ધભટ્ટી)

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/