મોરબી મર્ડર કેસ : હત્યારાને આશરો આપનાર મહિલા સહિત બેની ધરપકડ કરાઈ

0
332
/

રિમાન્ડ દરમિયાન આરોપીઓ પોતાને છુપાવવામાં મદદ કરનાર સાગરીતોના નામ આપતા પોલીસે કાર્યવાહી પણ કરી

મોરબી : હાલ મોરબીમાં યુવાનના ચકચારી મર્ડર કેસમાં પોલીસે આરોપીની ધરપકડ કર્યા બાદ તેને કોર્ટમાં રજૂ કરતા એક દિવસની રિમાન્ડ મંજુર થયા હતા. આ રિમાન્ડ દરમિયાન પોલીસે આરોપીની સઘન પૂછપરછ કરતા આરોપીએ પોતાને છુપાવવામાં મદદ કરનાર સાગરીતોના નામ આપ્યા હતા. આથી પોલીસે આરોપીને મદદ કરનાર તેના બે સાગરીતોને પણ ઝડપી લઈને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

મોરબીના વણકર વાસમાં રહેતા 24 વર્ષીય યુવાન અજિત ગોરધનભાઈ પરમારની સોમવારે રાત્રે સામાંકાંઠે ત્રાજપર ચોકડી એસ્સાર પેટ્રોલપંપ પાસે છરીના ઘા ઝીકીને હત્યા કરાયાના બનાવમાં પોલીસે ગણતરીની કલાકોમાં જ બાતમીના આધારે હત્યારા આરોપી રમેશભાઈ મંગાભાઈ ભરવાડ (રહે. ત્રાજપર-મોરબી) ને મહેન્દ્રસિંહજી હોસ્પિટલ પાસેથી દબોચી લીધો હતો. બાદમાં આ આરોપીને આજે કોર્ટમાં રિમાન્ડ અર્થે રજૂ કર્યો હતો. કોર્ટે આરોપીના એક દિવસના રિમાન્ડ મંજુર કર્યા હતા. આ કેસમાં આરોપી સામે એટ્રોસિટી એક્ટ હેઠળ ગુનો દાખલ કર્યો છે. આ કેસની સમગ્ર તપાસ એસસી એસટી સેલના ડીવાયએસપી ચલાવી રહ્યા છે.

(રિપોર્ટ : રાધેશ બુધ્ધભટ્ટી)

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/