હદ કહેવાય : મોરબી સિવિલના કર્મચારીને પણ ખાનગીમાં કોરોનાનો ટેસ્ટ કરાવવો પડ્યો !!

0
122
/

સિવિલમાં તેના જ આરોગ્ય કર્મચારીઓ ના ટેસ્ટ કરવાની ના પાડી તેમની સાથે આવું વર્તન થતું હોય તો સામાન્ય નાગરિકોની વાત જ ક્યાં પુછવી : જુનિયર ફાર્માસીસ્ટને વસવસો

મોરબી : લોકોને સારવારને બદલે પીડા આપવા માટે બદનામ મોરબી સિવિલ હોસ્પિટલમાં વધુ એક મનસ્વી વલણનો કિસ્સો સામે આવ્યો છે. જેમાં સિવિલ હોસ્પિટલના બે ફાર્માસિસ્ટને કોરોનાના લક્ષણો જનતા સિવિલની કોરોના ઓપીડીમાં ટેસ્ટમાં તે જતા નનૈયો ભણી દેવામાં આવતા ના છૂટકે ખાનગીમાં રૂપિયા ખર્ચી કોરોના ટેસ્ટ કરાવવો પડ્યો હતો અને બંને કર્મચારીઓએ સિવિલ હોસ્પિટલના અંધેર વહીવટ પ્રત્યે વસવસો પણ વ્યક્ત કર્યો હતો.

મોરબી સિવિલ હોસ્પિટલમાં જુનિયર ફાર્માસીસ્ટ તરીકે ફરજ બજાવતા મધુભાઈ એચ.બલદાણીયા અને દીપમાલાબેન ચૌહાણ નામના કર્મચારીની તબિયત લથડવાની સાથે બન્નેને નબળાઈ આવવાની સાથે શરીર તૂટતાં સિવિલ હોસ્પિટલની કોરોના ઓપીડીમાં તબિયત બતાવવા ગયા હતા અને કોરોના ટેસ્ટ માટે કહેતા સિવિલ હોસ્પિટલના સત્તાધીશોએ પોતાના જ કર્મચારી અને ફ્રન્ટલાઈન કોરોના વોરિયરને જ કોરોના ટેસ્ટની ના પાડી દેવામાં આવી હતી.

બાદમાં સિવિલ હોસ્પિટલ મોરબીના જુનિયર ફાર્માસીસ્ટ દ્વારા મોરબીના ખાનગી એક્યુર ડાયગ્નોસિક સેન્ટરમાં રૂપિયા 1200 ચૂકવી કોરોના ટેસ્ટ કરાવ્યો હતો.ફ્રન્ટલાઈન કોરોના વોરિયર્સ અને મોરબી સિવિલ હોસ્પિટલના કર્મચારીઓ સાથે જ સિવિલ હોસ્પિટલમાં આવું વર્તન થતા સામાન્ય નાગરિકો સાથે કેવો વર્તાવ થતો હશે તે અંગે સિવિલના કર્મચારીઓએ વસવસો વ્યક્ત કર્યો હતો.

આ ગંભીર બનાવ મામલે જિલ્લા વહીવટીતંત્ર અને મોરબી સિવિલના કહેવાતા સુપ્રિન્ટેન્ડન્ટ સામાન્ય નાગરિકોની સાથે પોતાના કર્મચારીઓના આરોગ્યની પણ ખેવના કરે અને ઓપીડીમાં ચાલતી લાલીયાવાડી બંધ કરાવે તેવું લોકો ઈચ્છી રહ્યા છે.

(રિપોર્ટ: રાધેશ બુધ્ધભટ્ટી)

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/