મોરબી: હાલ નેશનલ હાઇવે નંબર 8 પર શક્તિ ચેમ્બર એક પાસે બે’ક દિવસ પહેલા સીરામીક માટી ભરેલો એક ટ્રક પલ્ટી મારી જતાં ટ્રકમાં ભરેલી માટીનો રોડની સાઈડમાં ઢગલો થઈ ગયો હતો. આ ઢગલાને કારણે હાલ વાહનચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.
નેશનલ હાઇવે નંબર 8 પર શક્તિ ચેમ્બર એક નજીક બે’ક દિવસ પૂર્વે સીરામીકની સફેદ માટી ભરેલો એક ટ્રક પલ્ટી જતાં માટીનો મોટો ઢગલો થઈ ગયો હતો. આ ઢગલો ઉપાડવાની દરકાર ન કરાતાં હાલ આ માટી હાઇવે પર ચારેબાજુ ઉડી રહી છે. ફૂંકાતા પવનને કારણે આ માટી ઉડીને વાહનચાલકો માટે પરેશાનીનું કારણ બની રહી છે. ખાસ કરીને બાઈકચાલકો માટે ઉડતી માટી જોખમી બની છે. હાઇવે ઓથોરિટી આ માટીના ઢગલાને વહેલી તકે અહીંથી ઉપાડી સફાઈ કરાવે તેવી લોક માંગણી પ્રબળ બની છે.
(રિપોર્ટ: રાધેશ બુધ્ધભટ્ટી)
મોરબી : મોરબીના રવાપરના પૂર્વ સરપંચ અને અગ્રણી બિલ્ડર, સામાજિક આગેવાન ગોપાલભાઈ વસ્તાભાઈ કાસુન્દ્રાના પત્ની પુષ્પાબેને સ્વર્ગલોક પ્રયાણ કર્યા બાદ તેમની માસિક તિથિઓ પર...