મોરબીમાં હવે મ્યુકરમાઇકોસિસના ઈલાજ માટેના ઇન્જેક્શનોની હાલાકી

0
310
/

મોરબી : હાલ મોરબીમાં કોરોના પછી હવે મ્યુકોરમાઇકોસિસ નામની બીમારીએ જબરો ઉત્પાત મચાવ્યો છે ત્યારે રેમડીસીવર બાદ હવે મ્યુકોરમાઇકોરસિસના ઈલાજ માટેના ઇન્જેક્સનોની રામાયણ સર્જાઈ છે. મ્યુકરમાઇકોસિસના ઈલાજ માટે ઇજકેશનોની અછત સર્જાતાં દર્દીઓની કફોડી હાલત થઇ છે.

મોરબીમાં છેલ્લા કેટલાક દિવસોથી મ્યુકરમાઇકોસિસના કેસ વધી રહ્યા છે. ખાનગી ડોકટરોના જણાવ્યા મુજબ મ્યુકોરમાઇકોરસિસના કેસ વધ્યા છે. પરંતુ આ બીમારીના ઈલાજ માટે ઉપયોગી ઇન્જેક્સનોની મોટી અછત ઉભી થઇ છે. કંપનીમાંથી ઇન્જેક્સનોની સપ્લાય ઓછી થઈ ગઈ છે. આ બીમારીના ઈલાજ માટે એમ્ફોટેવીટીંન બી નામના ત્રણ પ્રકારના ઇન્જેક્સનો આવે છે. જેમાં એક સાદું ઇન્જેક્સનનો ભાવ રૂ. 300 આસપાસ છે. જયારે અન્ય ઇન્જેક્સનના 1700 થી 7300 સુધીમાં મળે છે. દર્દીઓને રોજ સાત ઇન્જેક્શન આપવાના હોય છે. પરંતુ એક અઠવાડિયાથી મોરબીના એકપણ મેડિકલ સ્ટોરમાં આ ઇન્જેક્સન મળતા ન હોવાનું ડોકટરોનું કહેવું છે. એટલે હાલ બહારના શહેરોમાંથી આ ઇન્જેક્શનો મંગાવવા પડે છે.

(રિપોર્ટ: રાધેશ બુધ્ધભટ્ટી)

 

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/