આર્મીમેનના રિપોર્ટ કરવાના નામે મોરબીનાં લેબોરેટરી સંચાલક સાથે ઓનલાઈન છેતરપિંડી

0
88
/
ઓનલાઈન પેમેન્ટ કરવાનું કહી રૂપિયા 5000 ટ્રાન્સફર કરી લેતા એ ડિવિઝન પોલીસમાં ફરિયાદ અરજી

મોરબી: હાલ ઓનલાઈન પેમેન્ટની વ્યવસ્થા લોકોની સુવિધા વધારનારી બની છે તો સાથોસાથ ઓનલાઈન ફ્રોડ કરવાની અવનવી તરકીબો અપનાવતા ચીટરોને કારણે ક્યારેક દુવિધારૂપ પણ બની છે. ઓનલાઈન ફ્રોડનો આવો જ એક કિસ્સો મોરબીમાંથી સામે આવ્યો છે જેમાં લેબોરેટરી સંચાલક સાથે આર્મીમેન જવાનોના સેમ્પલ લેવાના નામે ઓનલાઈન છેતરપિંડી કરવામાં આવતા ચકચાર જાગી છે, આ મામલે હાલમાં એ ડિવિઝન પોલીસમાં અરજી થઈ છે.

ઓનલાઈન છેતરપીંડીનો ભોગ બનેલા મોરબીના એક લેબોરેટરી સંચાલકે એ. ડિવિઝન પોલીસ સ્ટેશનમાં પોતાની સાથે થયેલી ઓનલાઈન છેતરપીંડીને લઈને અરજી કરી છે. બનાવની પુરી વિગત જોઈએ તો, મોરબીના એક લેબોરેટરી સંચાલકને કોઈ અજાણ્યા નંબર પરથી ફોન આવ્યો હતો. જેમાં વાત કરનાર વ્યક્તિએ પોતાની ઓળખ એક આર્મીમેન તરીકે આપી પોતાને લોહીના અમુક તમુક રિપોર્ટ કરાવવાના છે તેવું જણાવી બ્લડ સેમ્પલ કલેક્ટ કરવા માટે આવી જવા કહ્યું હતું. આ માટે લેબ. ટેક્નિશિયનને ઉમિયાનગર, ગોકુલનગરનું સરનામું આપી ત્યાં આવી જવા માટે જણાવ્યું હતું. આ સરનામાંવાળું સ્થળ વ્યવસ્થિત મળી જાય એ માટે ફોન કરનાર બબલુસિંઘ નામના વ્યક્તિએ ગુગલ લોકેશન પણ મોકલ્યું હતું.

[રિપોર્ટ: રાધેશ બુધ્ધભટ્ટી]

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/